આંખો બંધ કરીને મને યાદ કર, હું ત્યાંજ છું,

તારીખ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭

તુ આંખો બંધ કરીને મને યાદ કર, હું ત્યાંજ છું,
એક ઉંડા સ્વપનમાં મને શોધ, હું ત્યાંજ છું.

વરસાદની આ મહેક ને એકજ શ્વાસમાં ભરી,
વરસતા વરસાદમાં મારા આંસુને તારાથી છુપાવી,
હું તારામાં જ સમાઇ જાઉં.

આ નાનકડા જીવનમાં તને સાથે લઇ,
લાગણીના પલકારા માંથી તારી એક ઝલક જોઇ,
તારા જીવનને ખુશીઓ થી ભરી જાઉં.

દુ:ખ આવે તો સુખ નો પ્રવાહ બની,
મોત આવે તો સાવિત્રી બની,
હું તને કાયમ મારી સાથ લઇ જાઉં.

તારા-મારા મતભેદોના સમજોતા કરી,
કાલની ચીંતા કર્યા વગર દરેક પળને જીવી,
તારા હાથોમાં હાથ નાખી આ જીવન વિતાવી જાઉં.

બસ,
તુ આંખો બંધ કરીને મને યાદ કર, હું ત્યાંજ છું,
એક ઉંડા સ્વપ્નમાં મને શોધ, હું ત્યાંજ છું.

–  બંસી જોશી

 

One thought on “આંખો બંધ કરીને મને યાદ કર, હું ત્યાંજ છું,

Add yours

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑