આપ મુવા વીના સ્વર્ગ માં ન જવાય….

તારીખ: ૧૨ માર્ચ, ૨૦૧૭

મિત્રો માફ કરજો આજે થોડી ભાગા-ભાગી માં હતો ઉપરથી મીડસેમ ની ચિંતા…જોકે હમણા હું કાંઇ લખવા નો જ નહતો કેમ કે સમય ના અભાવે કોઇ શોધ-ખોળ ના થઇ શકી. પરંતુ આજ ની અમદાવાદ ની મુસાફરી માં અનુભવેલી વાત કહેવા નું મન થયુ એટલે રાત ના અગ્યાર વાગે આ લખવા બેઠો, થોડી-થોડી ઉંઘ થાક ના કારણે આવે છે તો ભુલચુક માફ કરજો. ઉપર ની જહેરાત કોણે અને સુકામ બનાવી એ નથી ખબર અને હું આજે અતુલ્ય ભારત પર કાઇ કહેવા પણ નથી માંગતો. આજે હું વાત કરવા જઇ રહ્યો છુ, આપણી અમુક કુટેવો ની કે જે જિવન માં કદાચ વણાઇ ગય છે. જેમ કે જહેરાત મા બતાવ્યુ તેમ પાન ની પીચકારી મારવી, જાહેર વાહનો માથી કચરો બહાર ફેકવો વગેરે-વગેરે.

……..

જાજુ પકાવ્યા વગર પોઇંટ પર આવુ. હમના ભાઇ (મારુ) નું NIC (ગુગલેશ્વર મહારાજ નો સહારો લઇ ને NIC વીશે જાણી લેવું) માં સેલેક્શન થયુ છે. તો અમારા પ્રોગ્રામ ઓફીસર સાહેબ શ્રી. જનક ઠક્કર એ આર.સી.ટી.આઇ માં એક ઇનફોર્મલ મીટીંગ રાખેલી, જેમા હું, મારો પ્રિય મીત્ર બટુક (યશ 😉 આના વીશે પછી નીરાતે વાત કરશું) અને બીજા ગ્રુપ ના લોકો જેમા ખ્યાતી, પ્રુથ્વિશ, શિવાંગી, ઉત્સવી, કમન, મિતુલ અને  રુપલ નો શમાવેશ થાય છે. આ બધા લોકો પોતાની જગ્યા એ ખુબજ હોશિયાર હતા. કોઇક ખાલી મારી જેમ અન્ય કામો માંજ આગળ પડતા હતા તો કોઇક ખ્યાતી ની જેમ અન્ય તો ખરુજ પણ સાથે-સાથે ભણવા માં પણ સારા હતા, કોઇક પરેડ કરીને આવેલુ તો કોઇક એ તો ખુદ NIC ઓર્ગનાઇસર તરીકે કામ કરેલુ, તો લોકો ને મળી વિચારો ની ઘણી હેરાફેરી કરી.

એમા થયુ એવુ કે બધી વાતો પતાવી અમે લોકો જમવા ગયા. અમારા સર એ તો પહેલીજ મુલાકાત માં લોકો ને ફ્લેટ કરી દિધા, કોઇ એમની પાસેથી મેનેજમેન્ટ શીખવા માગે છે તો મારા જેવુ કોઇ એમની જોડે મહત્તમ સમય વિચાર મંથન કરવા માગે છે. વાતો-વાતો માં સર પાસે થી એક વાત જણવા મળી કે એમણે એવુ નક્કી કર્યું છે કે એ મોટા ભાગ ની બધીજ વસ્તુઓ સ્વદેશી વપરશે અને ખરેખર એ ખાદીમ નો શર્ટ પહેરે છે તો સ્પઈકર નુ પેંટ. સાલુ એ વખતે અંદર થી મને થયુ કે હું આટલી બધી વાતો તો કરુ છુ પણ કાઇ પાળતો નથી. આતો થઇ એક વાત થઇ એ પછી અમે લોકો જમીરેવા આ’યાતા ત્યાંતો સર એ કહ્યુ કે ફિંંગરબાઉલ નઇ આવે તો હાથ જાતે ધોયાવો; અમે ના પડવા નુ કરણ પુછ્યુ તો સામે થી સણસણતો જવાબ આવ્યો, “જે લિંબુ પાણી માટે લોકો ૫૦-૫૦ રુપીયા ખર્ચે છે એ લિંબુ થી હાથ ધોવા યોગ્ય ના કહેવાય.” હું પણ આ વાત ને માનતો પણ સોફેસ્ટીકેશન ની હવા મા ક્યારે પણ આવુ કડક પગલુ લીધુ નથી.

……..

મે પહેલા પણ મારા બ્લોગ માં કહેલુ કે સ્વચ્છતા નુ બિડુ લઇને નીકળી તો જઇએ છીએ પણ ટ્રેઇન મા કે બસ માં અરે પોતાના વાહન માં પણ બારી ની બાર પડિકા ફેંકતા આપડે અચકાતા નથી અને પાચો વાંક કાઢીએ સરકાર નો પણ એ કેટલુક કરે ક્યાંક આપણી પણ પ્રામાણીક્તા આવતી નથી??? વાત તો આપણે સૌચાલયો ની કરીએ પરંતુ આપણાજ બાળકા ને રસ્તા પર પેસાબ કરવાનું કેવા વાળા પણ આપણેજ છીએ. વાતો તો ચાઈના ને બોયકટ કરવાની કરી એ પણ એપલ ના ફોન માં રોલા તો પડવાજ છે. રસ્તા પર કોઇ પાણી ઢોળે તો રાડો પાડી એ પણ રસ્તા પર પાન-માવા અને ગળફા થુંકતા આપણને શરમ જરા પણ નથી આવતી. અરે આપણે તો એટલી હદે જતા રહ્યા છીએ કે દેવી-દેવતા ના ફોટા નો ઉપયોગ કોઇ થુંકે નઇ એટલે કરીએ છીએ.

આ બધા ની વચ્ચે મને ગર્વ છે કે હું મુસાફરી દરમીયાન મારા થેલા ને જ કચરા ટોપલી તરીકે વાપરુ છું અને આજ થી એ પણ નક્કિ કરું છુ કે મહત્તમ વસ્તું સ્વદેશી વાપરીશ આજે જેમ હુ સર માંથી ઇનસ્પાયર થયો કદાચ કાલ કો’ક મારાથી થશે.

પણ હવે સ્વર્ગ માં જાવુ છે તો મરવુ તો મારેજ પડશે…:)

વિકલાંગ મન થી કે તન થી..???

તારીખ: ૭ માર્ચ, ૨૦૧૭

જેમ્સ ડેવિડ ગોર ભાઇ એ આ શોર્ટ ફિલ્મ ની ૮ મિનિટ અને ૨૪ સેકન્ડ માં આપણને ખુબજ મોટો સંદેશ આપી દિધો હે…ને??? આ જગત ની બધીજ જીવીત વસ્તુઓ માંથી ભગવાને ખાલી મનુષ્ય ને જ એક તાકાત આપી છે ને એ તાકાત છે સ્વપન જોવા ની અને એને સાચા કરવા માટે વિચારવાની. વિડિઓ માં એ ભાઇ એ પોતાના પગ પર ઉભા થવા માટે ખુબજ પ્રયત્નો કર્યા..પરંતુ હાર ના માની અને અંતે એ કામ મા સફળ રહ્યા.

………

અંહી મને ફરી એક વખત નાગેશ કુકુનૂર ની ફિલ્મ યાદ આવે છે. ફિલ્મ નું નામ છે ઇક્બાલ. આ ફિલ્મ માં શ્રેયાંશ તળપદે એ એક ગુંગા અને બહેરા વ્યક્તિ નો રોલ અદ્દા કર્યો છે. અહીં ઇકબાલ (શ્રેયાંશ) નું નાનપણ થી સ્વપ્ન હોય છે કે એ ક્રિકેટર બને પરંતુ એની વિકલાંગતા ના લીધે એને કોઇ ચાન્સ નથી આપતુ અને પાછુ ભારત એટલે બધે રાજકરણા તો આવેજ. ઇકબાલ અને એની બહેન ખડીજા (શ્વેતા પ્રસાદ) બન્ને દરરોજ ક્રિકેટ એસોસીએશન એ શિખવા જાય પણ રમીને નહી જોઇ ને…આપડી પાસે બધુ છે લોકો શિખવડે પણ છે તોય નથી શીખતા અને ત્યાં પેલા પાસે જીભ અને કાન નથી તો એનિ બહેન ની મદદ લઇને શીખે છે. એક વાર કમલ (આદર્શ બાલાક્રિશ્ના) ઇકબાલ ને ભલુ-બુરુ કહે છે એ વખતે ઇકબાલ નો મગજ હલી જાય છે ‘ને બોલ માથા માં મારે છે. આ બનાવ પછી એને ત્યાંથી કાઢી મુકવા માં આવે છે.

iqbal

ત્યારબાદ ઇકબાલ ભાંગી પડે છે; થોડા દિવસ પછી એના જિવન માં એના ગુરુ અને ક્રિકેટ મા રાજકારણ નો શિકાર થયેલા વ્યક્તી એટલેકે, મોહિત (નશરુદ્દિન શાહ) આવે છે. એ એને કોચિંગ આપે છે અને રનજી ટ્રોફિ મા સેલેક્ટ પણ કરાવે છે. અહિં એક મહત્વ ની ઘટના કે જે ઇકબાલ અને એના પિતા અનવર (યતીન કર્યેકર) વચ્ચે ની છે પણ એ પછી ક્યરેક ડિસકસ કરશુંં. આજે તો હું અહિં ખાલી ઇકબાલ ની હિંમત અને  સ્વપ્ન પર ના ભરોસા નીજ વાત કરીશ કેમ કે એ તન થી વિકલાંં છે પણ મન થી નઇ. એણે છેક સુધી હિમત ના હારી.

……..

આવોજ એક બનાવ મારી જોડે બનેલો.થોડા ટાઇમ પહેલા ની આ વાત છે. હું સુરત થી સુરેંદ્રનગર આવતો હતો. મારી સામેની સીટ એકદમ ખાલી હતી એટલે મને થયુ આગળ થી કોઇક આવાનુ હસે અને સાચે ભરુચ આવ્યુ ત્યાં એક ભાઇ મારી સામે આવી ને બેઠા. એ ભાઇ ને જોઇ હુ દંગ થઇ ગયો કેમ કે એ અપંગ હતા. મારો સ્વભાવ વતુડીયો તો મેં એમની જોડે વાતો ચાલુ કરી. વાતો-વાતો માં ખબર પડિ કે એ અમદાવાદ ની એક કંપની ના ડાઇરેક્ટર છે. આ સાંભળી હુ દંગ રહી ગયો. ત્યારે મને એમ થયુ કે ના માણસ,

માણસ તન થી નઈ મન થી વિકલાંગ હોય છે.

એક સુંંદર કાવ્ય

આજે નહીં તો કાલે એ સામે મળી જશે. આ તો સમય છે પળમાં એ પાછો ફરી જશે. મોટા થવાનો અર્થ નહીં પૂછવો પડે, ખુદના બધા ય રંગ જો કોઠે પડી જશે. વધઘટ થવાનું જે પળે સ્વીકારશો તમે, મનની કળાઓ સોળ સહજ નીખરી જશે. વાતો અને વિચારનો શું મોહ રાખવો? દર્પણની જેમ એક દી’ ઝાંખા થઈ […]

via સામે મળી જશે — ગુર્જર કાવ્ય ધારા…..આનંદનો પર્યાય

શ્રધ્ધા કે અંધશ્રધ્ધા?

તારીખ: ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૭

 ભારત જ્યાં અનેક ધર્મો ના લોકો વસે છે, ભારત કે જ્યાં ૧૦૦ થી પણ વધુ દેવિ-દેવતા પુજય છે પણ આ બધી મહાનતા ની વચ્ચે ક્યાંક અપણે શ્રધ્ધા અને અંધ્શ્રધ્ધા વચ્ચે નો ભેદ ભુલી ગયા છિએ. હું મારા આ લેખ થી કોઇપણ સમુદાય ના લોકો ને હાની નથીએ પહોચાડવા માંગતો પરંતુ ખરેખર અપણે ધર્મ ની આડ માં અધર્મ નથી કરતા ને? એ વિચરવા જેવો પ્રશ્ન છે. ઉપર ના વિડીયો માં અપણે જોયુ કે લોકો કેવી-કેવી શ્રધ્ધા રાખતા હોય છે; બળકો ને કોલસા પર સુવડાવવા, જીવતી મછલીઓ ગળવી, એક-બીજા પર પથ્થર મારો કરવો, બકરી ના જીવ લેવા અને તાજેતર નો ટોપીક જલિકટ્ટૂ. શું આ બધુ જરુરી છે? શુ ઇશ્વર અલ્લાહ કે જીસસ ને પોતાના જ બનવેલા જીવ નથી ગમતા? એમના પણ વાલા અને દવલા જેવી ભવનાઓ છે?

…………………

સહેબ, હું બે દિવસ પે’લા એક લેખ વાંચતો હતો એમા અલગ-અલગ બોલિવુડ ના તારલા-તારલી ઓ ની અંધશ્રધ્ધા ની વાત કહી હતી. પછી મને વિશ્વાસ આવિ ગયો કે માણસ ગમે તે હોય, ગમે એટલુ ભણેલો હોય પરંતુ અંધશ્રધ્ધા તો દરેક મા વણાયેલી હોય છે. અરે OMG જેવા ફિલ્મ માં ભગવાન નું પાત્ર ભજવનાર અક્ષયકુમાર ખુદ એવુ માને છે કે જો એ ફિલ્મ રિલિજ થાય એ વખતે ભારત માં રહે તો સક્સેસ ના મલે. લ્યો કરો વાત હવે આને ને ફિલ્મ ને શું લેવાદેવા? તમને થશે કે એ તો દરેક ની માન્યતા પણ આવી નાની વાતો જ મોટી વાતો નો સહારો બને છે.

હજી થોડા દિવસ પે’લા ની વાત કરું લગભગ સાંજ ના ૫:૩૦ થયા હશે અને હુ ‘ને મારા પપ્પા અમારા ખેતરે ગયેલા. એક દમ મસ્ત પવન ના સુસ્વાટા ની વચ્ચે જિરા ના સુકાઇ ગયેલા છોડવા લહેરાતા હતા અને હું એ માદક દ્રશ્ય એક દમ શાંત ચિત્તે નિહાળી રહ્યો’તો . હજી માં’ડ મે તણ-ચાર મિનિટ વીતાવી ત્યાં અમારા એક સંબંધી આવી ને બેઠા.અરે બેઠા એનો તો વાંધો નઇ પણ પછી જે એમણે વાત કરી એનાથી મારા તો મગજ ની નસ ફાટી ગય.ચલો હવે હુ તમને પણ કહું કેમ કે હુ એક્લો દુ:ખી શા માટે થવ….:)???

એમણે વાત કરી એમની XYZ માતાની અને એમના ભુવા ની.એમણે કાઇક બાધા રાખેલી એટલે મેં કહ્યૂં કે, “ભાઇ માનતા કે બાધા રાખવાથી નહી પરંતુ કામ ને નિષ્ઠા થી કરાવા થી સફળતા મળે.” મારા આ વચનો કદાચ એમની ભાવના ઓ ને વેતરી સીધાજ હ્રદય માં શુળા ની જેમ વાગ્યા અને એટલેજ પછી એકદમ ઉગ્ર અવાજ માં મને કહ્યુ કે, “ભાણાભઇ તમે બધા ભણેલા ર’યા એટલે માતા માં નો માનો બાકી અમારો ભુવો એક તગારુ ભરી લોહી પીજાય એટલે તયણ કલાક, તયણ ઘડી કે તયણ દિ મા તો માતા ને આવુજ પડે.” એમની તો ખબર નઇ પણ આ સાંભળી મારો તો મગજ હલી ગયો. પછી આજે તો આર્ટીકલ લખવાનોજ હતો એટલે કાંં બોલ્યા વગર આવા લોકો ની તપાસ શરુ કરી તો હુ તો દંગ રહી ગયો.

૨૧ ઓગસ્ટ, ૨૦૧૬ ના ટાઇમ્સ અખબાર ની મુમ્બઇ આવ્રુત્તી મા એક લેખ હતો, જે પ્રમાણે એ સમય ના છેલ્લા અઢાર મહીના માં અધ્ધ્ધ… ૧૫૦ કેસ અંધશ્રધ્ધા ના કાયદા નીચે ફાઇલ થયા અને આમાં પણ પાછુ હ્યુમન ટ્રફીકિંગ તો આવ્યુજ. હા કેમ કે ૧૫૦ માંથી, મોટા ભાગ ના કેસ મા વિક્ટીમ સ્ત્રી હતી.

…………..

 મને તો એ નથી સમજાતુ કે શ્રધ્ધા આપડી, ધર્મ આપડે પાળવો, માનતા આપડે રાખવી અને ભોગ કુદરત નો લેવાનો? અરે…! ભોગ ચાહે બકરી નો હોય, વાંછરડા નો હોય કે પછી પુષ્પ નો હોય. હવે પુષ્પ ની વાત આવી એટલે મોટા ભાગ ના લોકો કેસે કે એમાં શું? પણ તમે ક્યારે પણ વિચાર્યું છે કે તમે એક વ્યક્તિ એક પાંદડી ચડાવો એમા શું પણ તમારે પેલી દુધ ના કુવા વાળી વાર્તા ભુલવી નઇ (ના ખબર હોય તો કોમેંટ કરજો આખી વાર્તા કહીશ) કેમ કે બધા પણી નો જ લોટો નાખે છે.

હજી સુધી તો આપણે ખાલી પશુ ને થતી ઇજા ની જ વાત કરી પણ આવુંજ ક્યાંક માનવો જોડે પણ થાય છે. આસામ માં એક સ્ત્રિ ને આખા ગામ વચ્ચે નગ્ન કરવા માં આવી કેમ કે એક સાધુ એ એને ડાકણ કહેલી. મધ્યપ્રદેશ માં લોકો એક શારીરીક રીતે પીડાતા બાળક ને ગણેશ નું સ્વરુપ માની ને બેઠા છે. અરે ગુજરાત માં એક સાધૂ એ પોતાના સધૂપણા ની આડ માં ૧૫ વખત એક સ્ત્રિ નો બળાત્કાર કર્યો; એણે એના પતી ને કહ્યુ તો એને જવાબ મળ્યો કે આતો ભોગ કહેવાય, વાહ રે વાહ… આતો કેવી શ્રધ્ધા? અરે અમુક ચિત્રો તો મને અહિયા મુક્તા પણ સંકોચ થાય છે અને વાત કરતા પણ અચકાટ અનુભવાય છે એવી-એવી અંધશ્રધ્ધાઓ વચ્ચે આપણે જિવીએ છીએ. એટલુ જરુરથી કહી દવ કે આપણે શ્રધ્ધા ની આડ માં બાળક, સ્ત્રી અને પશું નો સૌથી વધુ ભોગ દઇએ છીએ. હું તો આની વિરુધ્ધ માં અવાજ ઉથાવા જઇ રહ્યો છું શું તમે મારી સાથે છો???

modern-witch-hunting-and-superstitious-murder-in-india-csi

“ભગવાન ધર્મ થી નહિ કર્મ થી પ્રસન્ન થાય છે.”

-અભિજીત મહેતા

છ વિધ્યાર્થી ચાયલા અજાણ્યા મલક ની મુસાફરી પર…. ભાગ-૨

તારીખ : ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૭

 નવા વાચક મિત્રો ની માફી માગતા વધુ સમય નઇ બગાડિ જુનુ થોડુ યાદ કરી લઇએ, તો….હું અને મારા છ મિત્રોં પહોચી ગયા હતા રજકોટ થી અમદાવાદ. અહિં નિરમા યુનિવરસીટી માં એક કોન્ફરન્સ હતી જેમા અમે ભાગ લિધેલો. ૫:૩૦ થી અત્યાર સુધી ની જહેમત પછી અમે રજિસ્ટ્રેશન કરાવ્યુંં. હવે મે કહેલુ કે હજી તો થોડા જગડા અને જમણ નુ ભમણ તો બાકિજ છે તો ચલો જઇએ ત્યાં.

મને સારી રીતે યાદ છે કે અમે રજિસ્ટ્રેશન કરાવતા હતા ત્યારે આદત અનુસાર મારો પરમ મિત્ર વિશાલ સામેવાળા ભાઇ ને સવાલ-જવાબ પુછવા લાગ્યો. ખોટુ ના કહુ તો ત્યાં બધા અંગ્રેજી મા એક્દમ સોફેસ્ટીકેટેડ રીતે વાતો કરતા અને મારો ભાઇ વિશાલ આંતરરાશ્ટ્રીય સ્કેટર (પેલા ધૂમ – ૨ માં રુત્વિકભાઇ પેલી ત્રણ પૈડા વાળી મોજડી પેરી દોડાદોડ કરે છે એમ આ ભાઇ પણ દોડતો હા એ વાત જુદી કે ચોરી કરીને નઇ પણ મેડલ જીતવા માટે.) એટલે એ પણ સોફેસ્ટીકેટેડ બનતો ભાઇ હું તો એ વખ્તે સીધો-સાદો ગુજરાતી માધ્યમ નો છોકરો એટલે આપણને એવું ચાપલુ-ચાપલુ બોલતા ના આવડે. પાછું બધાને લઇને હું આવેલો એટલે થોડી હવા તો હોય. મારાથી વિશાલ નુ આ વર્તન સહન ના થયું એટલે અમારે થયો જગડો. એમ પણ લાગણી હોય ત્યાં તિખારા થાય.

એ બધુ પતાવી અમે કોન્ફરન્સ હોલ માં બેઠા. એક પછી એક એમ બાર વક્તા આવ્યા એમાંથી અડધા ભુરિયાવ. અહિંયા આપડુ અંગ્રેજી નથી સમજાતુ તો એમનુ ક્યાંથી સમજાય. તોય આચાર્યસર એ કિધુ’તુ કે પ્રયત્ન તો કરવાનોજ એટલે જેટલુ સમજાય એટલુ સમજતા-સમજતા બપોરે જમવાનો બ્રેક પડ્યો એટલે અમે લોકો જમવા ભેળા થયા. પેલી કહેવત છે ને કે, “કાશી નુ મરણ અને સુરત નુ જમણ.” એમ એંજીનિયર માટે તો, “કાઉન્ટર સ્ટ્રાઇક નુ રમણ અને કોન્ફરન્સ નુ જમણ”. એકદમ પેટ ભરી ને દાબ્યા પછી અમે લોકોએ ભુરિયાવ જોડે ફોટા પડાવ્યા. ફોટા પડાવા પાછળ બે કારણ હતા એક કે મિત્રો સામે હવા મારવા થાય અને બીજુ કે એનથી નવા સંંબંંધ બને.

10402465_472384339568520_1996047590290213412_n
from left Akshay, Rohan, Me, Soham, Vishal and MIshal

સાંજે ૬:૩૦ ની આસપાસ અમે નવરા પડ્યા એટલે પછી ત્યાંથી અમારી આખા દિવસ ની યાદો નો પોટલો મગજ માં મુકી ઇસ્કોન તરફ પગલા માંડ્યા. ઇસ્કોન થી બધા છુટ્ટા પડવા લાગ્યા. વિશાલ એના મિત્ર ને ત્યાં ગયો, સોહમ એની બેન સાથે ભાવનગર ગયો, અક્ષય એના સગા ને ત્યાં ગયો; બચ્યાં હું, રોહન અને મિશાલ. અમે ત્રણેય એક ચાર પૈડા ની ગાડી માં કાન ના પડદા અને મગજ ના તાર ખેચી નાખે તેવા ગીતો સાંંભળતા-સાંભળતા, હડદોલા ખાતા-ખાતા સાવારે ચાર વાગે રાજકોટ પુગ્યા.

મિત્રો ખબર બહુ ઓછી પડી પણ મજા ખુબ આવી. મસ્તી ખુબ કરી પણ શિખવા ખુબ મળ્યુ. ગર્વ તો એ વાત નો હતો કે જ્યારે અમારા મિત્રો ક્લાસ રૂમ માં ગોખણીયુ જ્ઞાન લેતા હતા ત્યાં અમે ૪ કંંપની ના મેનેજર ને મલી આવ્યા હતા. એ સમયે મારા માટે એ જ “આઉટ ઓફ બોક્ષ” થિંકિંગ હતુ અને કદાચ મારા મિત્રો માટે પણ.

યારો, કાયમ અવગુણ ગોતતા પહેલા એ જોઇ લેવૂ કે જેને આપણે અવગુણ ગણીએ છીએ એ હકિકત માં સદગુણ તો નથી ને? નઇ તો વિશાલ જેવા મિત્રો કે જે સાચુ કહે છે તેમની જોડે લપ થશે અને મફત માં સંબંધો બગડશે એ જુદુ.

કેરિ ઓન કેસર

એક વાર વાંચજો અને ચાનસ મળે એટલી વાર જોજો……કેરી ઓન કેસર

Till the infinite...

Film: Carry on Kesar/કેરિ ઓન કેસર.
Directed by Vipul Mehta
Cast: Supriya Pathak, Darshan Jariwala, Avani Modi, Rittesh Mobh

ફિલમની શરુઆત પ્પ્પ્પ… પેરિસથી થાય છે, ને પછી વાયા અમદાવાદ, ડાયરેક જામખંભાળીયા. એક જવાન NRI છોકરી ડિઝાઇન શીખવાના નામે પટેલ-પટલાણીના ધેર પધારે. શ્યામજી પટેલ આમ મુછાળા મરદ, ઇસ્ત્રી કરેલા જભ્ભા નીચે ધોળું ધોતિયુ પે’રે ને માથે મજાની પાધડી, પણ પટલાણીનો અવાજ હાંભળે એટલે બધુજ પત્યુ! પટલાણી કેસરબેન એક સમયના એક નહી પણ બબ્બે વાર નેશનલ એવોર્ડ જીતેલા ડિઝાઇનર. પેરિસમાં ડિઝાઇનરનું કામ કરતી છોકરીને આ પટલાણીની ડિઝાઇનમાં રસ, અને એથીય વધુ રસ પટલાણીમાં.

આ જવાન છોડી, આવી’તી પટલાણીની પાહેં ડિઝાઇનું શીખવા, પણ પછી પાચ દાયકા જીવી ચુકેલા આ પટેલ જોડાને ટેસ્ટટ્યુબ બેબીના રવાડે ચડાવી દેધા. લંડનમાં આઇ.વી.એફ ભણેલો ગાયનેક ડોક્ટર(ઓલો ઇન્ટેલિજન્ટ ડોબો !) બાપાને હાથપગ જોડી દેશમાં રે’વા-કામ કરવા આવ્યયો હોય, એની પાહેં સારવાર કરાવે. આમ આ બે જવાન જોડકા ને બે એનાથી બે ગણી ઉમરના જોડાની કહાની ચાલુ થાય.

ફિલમ પેટ…

View original post 133 more words

जनाब दुःख इस बात का नहीं की एक जात वाला दूसरी जात वाले को मार रहा हे; दुःख इस बात का हे की साला इंसान ही इंसान को मार रहा हे।

તારીખ: ૧૯, ફેબ્રુઆરી, ૨૦૧૭

सब तेरा जयगान करेंगे !!
एक बात जुबानी कहता हूँ मैं ,
हर मसले का हल होगा !
तेरे ही इन हाथों मॆं ,
स्वर्णिम भारत का कल होगा !
एक सुंदर सा
भू-तल होगा ,
हर दिल जब इंसान बनेंगे !
सब तेरा जयगान करेंगे !!
इंसानों की कीमत समझो ,
जातिवाद पर मत उलझो !
– અનુજ તીવરી જી
 છેલ્લી બે લાઇન માંજ કવિ કદાચ મારો આખો આર્ટિકલ કહિ દે છે. નંદિતા દાસ દિગ્દર્શીત ફિલ્મ ફિરાક માં નશરુદ્દિન શાહ ના મો માં થી નિકળેલ એ શબ્દો ને મે આજે મારા આર્ટિકલ નુ શિર્શક આપ્યુ ત્યારે મે ખાલિ એટલુજ વીચારેલુ કે જ્યારે-જ્યારે ચુટણી અવાની હોય કે વર્ચસ્વ નો સવાલ હોય ત્યારે કેટલાક સમાજ ના દુશણો ની વાતો માં આવી આપણે માનવજાત ના જ દુશ્મનો બની જઇએ છીએ. આ સમયે મને પિકે ફિલ્મ નો ખુબજ રસપ્રદ ડાયલોગ યાદ આવે છે, “થપ્પા કહા હે?” કે અપડે દુશણો નિ વાત મા ઉસ્કેરાય તો જઇએ છીએ પરંતુ, ક્યાય થપો છે કે આપણે એજ જાતિ ના છીએ? બની શકે કે ધરમસંકટ ના પરેશ રાવલ ની જેમ કોઇએ આપણને ઉછેર્યા હોય. પણ હું એક વાત ચોક્કસ કરીશ કે જો તમારા માં ક્યાંક લાગાણી, ક્યાંક પ્રેમ અને ક્યાંક દયા ની ભાવના હશે ને તો જરુર મનુષ્ય જાત નો થપ્પો લઇને જનમ્યા હશો.
firaq
…………..
ચલો આજે જ્યારે વાત કરી જ રહ્યા છીએ ત્યારે, ગોવિંદ નિહલાની દિગ્દર્શિત અને મિનાક્ષી શર્મા લેખીત દેવ ફિલ્મ ની વાત કરું. ચિંતા ના કરો ગયા આર્ટિકલ ની જેમ આખી વાર્તા કહી પકાવિશ નહીંં. દેવ ફિલ્મ માં એક પાત્ર છે, ફરહાન અલી કરીને જેની ભુમીકા ફરદીન ખાન ભજવી હતી. આ ફિલ્મ મે જેટલી પણ વખત જોયી ને તો મને તેમા ક્યાંક ને ક્યાંક મારીજ આસપાસ રહેલા યુવાનો દેખાય છે, જેમને બાળપણ થી બેજ વસ્તુ શિખવવા માં આવે છે, એક કે તારી જાત આ છે અને બીજી એ કે તારા દુશ્મનો આ જાતિ ના લોકો છે. પછી કદાચ એ મોટો થઇને સ્પેશીયલ ઓફીસર તેજેંદ્ર ખોસલા (ઓમ પુરી) બને કે મુખ્યમંત્રી ભંડારકર (અમરીશ પુરી) એનુ મગજ ક્યરે પણ તટસ્થ નિરણય ના લઇ શકે. અને ખુબજ સરસ રીતે આ ફિલ્મ માં બતાવ્યુ છે કે, મંગલ રાઓ (મિલીંદ ગુનાજિ) અને લતીફ (અહેસાન ખાન) જેવા દુશણો ફરહાન અલિ જેવા યુવાનો નો સહારો લે છે પોતાના રજકિય ફયદા માટે.
dev
…………..
જાતિય જગડા બે રીતે થાય છે,
૧. ખરેખર જાતીવાદ ને લઇને
૨. કોઇ એક ઘટના ને જાતીવાદ નુ મુખોટુ પહેરાવી ને
પહેલી રીતે થતા જગડા નુ મુખ્યકારણ આપણી જ વચ્ચે રહેલા લોકો કે જે હજી પણ આપણો સારો ઇતિહાસ યાદ નથી રાખી શક્યા અને ખરાબ ને વગોળી-વાગોળી ને જેર ફેલવ્યા કરે છે. ખુબજ શરમ સાથે કહેવુ પડે છે કે આવા લોકો માં મોટે ભાગે એવા ધર્મ ગુરુઓ કે જેને આપણે ધર્મ શિખવવા માટે ગાદી પર બેસડ્યા છે અને બીજા આપણા નેતાઓ કે જેને આપણે આપણી રક્ષા ની જવાબદારી આપી છે. યાદ કરીએ તો ૧૯૮૪ ના શીખો ના જાતીવાદ થી લઇને ૨૦૧૬ મા ગુજરાતમાં થયેલ પટેલો ના રમ્ખણો સુધી ની જો સફર વાંચો તો તમને જરુર જણશે કે દરેક મા કોઇ નેતા કે કોઇ ધર્મ ગુરુ તો હશેજ; પછી ભલે એ ૧૯૮૯ ની વારણસી ની વાત હોય કે ૨૦૦૨ ના ગુજરાત ની. અત્યાર સુધી ભારત મા આવા ૧૫ થી વધુ રમખાણો થયા જે મા ૨૫૦૦૦ થી પણ વધુ નિર્દોશ ના જીવ ગયા પછી એ જીવ લેનાર હિંદુ છે કે મુસલ્માન, શીખ છે કે ઇસાઇ આના થી વધુ મહત્વ નુ છે કે મારનાર અને મરનાર બન્ને માણસ જ છે.
બીજી રીત ના રમખાણ નુ મુખ્ય કારણ આપડા માં રહેલિ સહનશક્તિ નો અભાવ છે. કોઇક કાંઇક કહે ત્યાંતો ધોકા ને તલવારો લઇને નિકળી પડીએ પરંતુ ક્યરે પણ એ વિચાર્યું કે આ સિવાય નો પણ કોઇ રસ્તો હોઇ શકે છે કે નહીં? પછી કદાચ કેસ ૨૦૦૩ નો મુથંગા નો હોય કે ૨૦૧૬ નો ઉંજા નો કોઇ એ તો વિચારતાજ નથી કે વાંક કોનો છે; બસ સીધુ ટૂટીજ પડવા નુંં
આજે બહુ વધુ લખવાનુ મન નથી થતુ કેમ કે કદાચ હું જ મારા આસપાસ ના લોકો ને સમજાવા માં ની:સફળ છુ કે બ્રાહ્મણ, પટેલ, દલિત, જાટ, જૈન, ઇસલામ કે શીખ ના જંડા લઇને ફરવા કરતા માનવજાત નો જંડો લઇને ફરો તો કદાચ દેશ ને સુરક્ષા પાછળ ઓછો ખર્ચો કરવો પડે કેમ કે દુશ્મન દેશ કરતા વધુ વખત મિલેટ્રી નો ઉપયોગ આપણા પર કરવો પડે છે.
કેટલાક રસપ્રદ કેસ.
૧. https://en.m.wikipedia.org/wiki/Caste-related_violence_in_India
૨. http://www.walkthroughindia.com/lifestyle/ten-worst-communal-riots-in-india/
૩. http://www.imdb.com/title/tt0364303/fullcredits?ref_=tt_ov_st_sm
૪. http://www.imdb.com/title/tt1263679/
૫. http://www.mapsofindia.com/my-india/india/deadliest-riots-in-india