સેક્સ ચેટ વિથ પપ્પુ એન્ડ પાપા – અ વેબ સીરીજ બાઇ આશીશ પાટીલ

તારીખ: ૨ જુન, ૨૦૧૭

કહેવાય છે ને કે,

ગમે તેટલા આગળ જાવ પણ પોતાનું પાસ્ટ ક્યારે પણ ના ભુલવું.

એમ મારી પણ માત્રુભારતી માં એક બુક પબ્લીશ થયા પછીં મારે એ ના ભુલવું કે હું એક બ્લોગર છું, હતો અને રહિશ પણ, બાય ધ વે તમે વાંચી કે નહીં???? “એ અગ્યાર દિવસ ની મોહમાયા – એક તરફા પ્રેમ નો એ પહેલો અનુભવ”, હા આજ શિર્ષક સાથી પબ્લીશ થઇ છે માત્રુભારતી વેબસાઇટ પર અને આ રહી લિંક http://matrubharti.com/book/9730/ આ અર્ટીકલ વાંચી પછી જરાક બુક માંં પણ નજર મારી લેજો.

આજ-કાલ આ સેન્સર બોર્ડ ના ત્રાંસ થી પ્રોડુસરો અને ડાઇરેકટરો વેબ સીરીજ તરફ વળ્યા છે., અને કદાચ ખુબજ સ્પશ્ટ રીતે દરેક વસ્તુ ને દર્શાવેલી હોવાથી લોકો ને પણ સાંસ-બહુ ની ઘીસીપીટી વાર્તાઓ ની જગ્યા એ આ સીરીજો વધુ પસંદ પડે છે; ખાસ કરીને યુવાનો ને.

        યુટ્યુબ એ આ વેબ સીરીજ જોવાનું સરળ અને સસ્તું માધ્યમ છે અને એમાં પણ આ મુકેશકાકા એ જિઓ ની દયા કરી પછી વધુ સરળ. એક દિવસ ઓચિંતાનું સર્ચ કરતા-કરતા મને યુટ્યુબ માં આ સીરીજ હાથ માં આવી અને મેં જોવાની શરુ કરી.

        યુટ્યુબ પર વાઇફિલ્મસ નામની ચેનલ પર ટેલીકાસ્ટ થતી આ ફિલ્મ આશીશ પાટીલ દ્વારા દિગ્દર્શીત અને પ્રોડ્યુસ થયેલી છે. જેની ખુબજ ક્રીએટીવ સ્ટોરી રાઇટીંગ નું સુકાન ગોપાલ દત્ત અને દેવાંગ કક્કડ એ સંભાળેલુ છે. આ સીરીજ માં આનંદ તીવારી પાપા અને બાળકલાકાર કબીર શઇખ પપ્પુ નું પાત્ર બજાવે છે, આ સીવાય સચીન પિલ્ગઓંકર, સંજીદા શઇખ અને અલ્કા અમિન પણ અન્ય પાત્રો તરીકે ની ભુમીકા માં છે.

a-sex-chat-with-pappu-papa-trailer-1

        ભારત દેશ એટલે સંસ્કારો નું પ્રતીબીંબ પરંતુ આજ સંસ્કારી વાતો આપણ ને જીવન ની અમુક મહત્વ ની વાતો પોતાનાજ સંતાનો અને મા-બાપ જોડે શેર કરતા અટકાવે છે. આજે કોઇ પણ સિનેમા હોય કે સીરીઅલ પરંતુ સેક્સ, કોન્ડમ, પીરીઅડ્સ, પ્રેગ્નેન્સી જેવા શબ્દો અને તેમની આસપાસ ફરતી વાતો કોમન થઇ ગય છે પરંત હજુ પણ આપણે એ વસ્તુ કોઇ બીજા જોડે શેર કરતા અચક અનુભવીએ છીએ.

        આપણી જોડે બેસીને સીનેમા જોતા એ સાત કે આઠ વર્ષના બાળક ના મન માં આવાજ કાંઇક સવાલો પેદા થાય છે, એને પણ ઉત્સુક્તા થાય છે એ જણવા ની કે આ કોન્ડમ વળી કઇ કેંડી છે કે જેના અલગ-અલગ ફ્લેવર હોય?, આ પેનીટ્રી નેપ્કીન થી મો કેમ સાફ ના થાય?, આ પીરીઅડ્સ શું હોય? ક્યારેક બાળકો હિંમત કરીને પુછી પણ લે તો અપડે અને બનાવટી જવાબ આપી દઇએ છીએ અને પછી સત્ય જાણવા એ અલગ-અલગ માર્ગો અપનાવે છે જે કદાચ એને માટે જોખમી હોઇ શકે છે.

        સેક્સ ચેટ વિથ પપ્પુ એન્ડ પાપા માં પણ કાઇક એવુજ છે, પપ્પુ ને મુંજવતા આવા પ્રશ્નો એ એના પપ્પા ને પુછે છે અને એના પપ્પા કોઇ જ જાત ની બનાવટ કર્યા વગર ખુબજ હોશિયારી થી એના પ્રશ્નો ના જવાબ આપે છે. ખુબજ વ્યવસ્થીત ઉદાહરણ સાથે આપેલા જવાબો દર્શકો ને રમુજ સાથે પોતાના સંતાનો ને સમજાવાની ટ્રીક્સ પણ પુરી પાડે છે. આ સિરિઅલ માં પપ્પા ના પપ્પા એટલે કે દાદાજી ની ભુમિકા ભજવતા સચીન પિલ્ગઓંકર એક ટીપિકલ પેરેન્ટ્સ ની ગરજ સારે છે જે પોતાના સંતાનો ને સાચા જવાબ નથી આપતા.

        રમુજ સાથે જ્ઞાન આપતી આ સીરીજ મસ્ટ વોચ છે તો જોજો જરુર અને હાં પોતાના બળકો થી હવે કાંઇ છુપાવા ની જરુર નથી આ જોઇને તમને જવાબ દેતા આવડી જશે.

          અને હા http://matrubharti.com/book/9730/ મુલાકાત લેવાનું ભુલતા નહીં……