You can be everything if you want to be….

Date: 12th April, 2017

Place: Rajkot

કેમ છો બધા? આ કર્ણાટક જઇને આવ્યો પછી ઘણા બધા એ કહ્યુ કે કાંઇક તો લખ પણ આ સબમીશન માંથી નવરા થઇ તો લખી ને બાપા! આજ થોડો બોજો હળવો થયો એટલે થયુ કાઇ લખી નાખીએ (એમ તો મનેય હરખ તો હોય ને હોશીયારી મારવાનો). કર્ણાટક ની સફર રહી તો જોરદાર અને એમા પણ અમુક લોકો તો હ્રદય મા વસી ગયા. આજે એવાજ એક વ્યક્તિ ની વાત કરવા જઇ રહ્યો છું, આ વ્યક્તિ એટલે ડો. મહંતેશ નાઇક. આમ તો ત્યાંના મોલેક્યુલર બયોલોજી ના પ્રોફેસર પણ અમારા માટે એન.આઇ.સી ના હિરો. એમણે પોતે ક્રુષીવિજ્ઞાન માં એમ.એસ.સી કરી પ્લાન્ટ બાયોટેક મા પી.એચ.ડી કરેલુ. એમણે પોતાના ઘણા રિસર્ચ પેપર પબ્લિશ કરેલા અને હમણા એમના એક રિસર્ચ માટે તો એન.ડી.ટી.વી વાળા એ ટેલીકાસ્ટ પણ કરેલુ. બોસ એક સાચી વાત કહુ અમે લોકોએ એક પેપર મુક્યુ ને તોઇ હવા મા ઉડતા અને આ માણસ….!!! સાલુ કોઇ આટલુ ગ્રાઉન્ડ ટુ અર્થ કેમ હોઇ શકે? અલ્યાવ આટલુ તો ઠીક પણ પાછા એ તો  National Centre for Biological Sciences, TIFR મા postdoctorol fellow.

How are you all? Actually, after the trip of Karnataka many friends ask me about the trip and told to write something about the trip but I did not found time because of this submission. By the way today I get some chance so think to write something on someone, he is not someone. The trip of Karnataka was so nice and some people make their home in my heart. Let I spread some light of word on one of them, Dr Mahnthesha Naika one of the people behind the success of NIC-2016, Bagalkot. Dr Mahantesha is a Professor of molecular biology and he had published many research papers. For his one research, NDTV telecast a program too, but this person has no ego about his work. When I published my first research paper that I feel boastful. His virtue of to be ground to earth is touches my heart. After a day I came to know that he is also a postdoctoral fellow at National Centre for Biology Science.

Mahantesha_NaikaDr Mahanthesha Naika

કદાચ આજ “ગ્રાઉન્ડ ટુ અર્થ” રહેવાની વાત મને ભાવી ગઇ. પહેલા દિવસ થી વાત કરુ તો ડો. મહંતેશ સર એ વખતે આવ્યા જ્યારે ૧૯ મી ની બપોરે અમારી ગુજરાત ની ટીમ બીન્દાસ સુતી હતી. અમારા પ્રોગ્રામ ઓફીસર એમને મલ્યા. સાંજે અમારે પ્રેક્ટિસ માટે અમારે અમુક ગીતો ડાઉનલોડ કરવાના હતા, મહંતેશ સર ને ખબર પડી તો એમણે પોતે એમનુ લેપટૉપ કે જેમા એમના ઘણા ડેટા હસે એ અમારા જેવા અજાણ્યા ના હાથ મા આપી દિધુ, સાલુ આપડા લેપટોપ મા બેચાર ફોટા સિવાય કાઇ ના હોય તોય પ્રાઇવસી ના પડારા ઠોકિએ.

If I start from the first day means 19th March than the first time I heard about sir when my team (Gujarat Team) is sleeping in afternoon. Our program officer receiving them. In evening we required a strong internet connection to download some songs for practice that time without any objection Mahanthesha sir gave his laptop without any objection; his laptop may contain lots of data but then also he hand over us and we….we did not have anything other than two to three photographs then also talking about privacy.

પછી વાત કરૂ બિજા દિવસ ની તો તે દિવસે અમારુ ઇનોગ્રેશન હતુ અને ત્યરેજ ખબર પડી કે સર Postdoctet fellow છે.  એજ Postdoctorate fellow ત્રીજા દિવસે સવારે ૫ વાગ્યે ધ્વજવંદન માટે અને સઉથી પહેલા યોગા માટે પણ પહોચી ગયા. ચાહે શ્રમદાન હોય કે સીગીંંગ કોમ્પિટીશન સર પહેલા જ હોય. અરે છેલ્લા દિવસે રઇ-રઇ ને ખબર પડી કે સર તો ડાન્સ પણ ખતરનાક કરે છે. હજી એમની જિવન કથા તો કહેવા જેવીજ નથી કેમ કે જો હુ એ કહેવા બેસિસ તો કદાચ વર્ડ ની લિમિટ ક્રોસ થઇ જસે. ચિંતા ના કરો હુ એમની વર્તા પણ ક્યારેક લખીશ.

Then on the second day, Mahanthesha sir is a person who reached the place of flag hosting on time and after that yoga. Every day he took his tiffin after all volunteers. That Postdoctorate fellow was first to do “shramdan” he was also doing great singing and dance too.  I don’t want to write about his struggle because if I start then I cross all limits of the word. He is a great personality who show me that if you decided then you can do anything.

પણ અત્યારે એક વાત કહી હું મારા શબ્દો ને વિરામ આપીશ,

જિવન માં ગમે તેટલા ઉપર જાવ પણ ભુલશો નહી કે તમે ક્યાથી અને કેવી રીતે આવ્યા છો…!!

But now I will break my words say one thing,

As you move up in your life never forget that from where and how you were coming.

Here I attach some useful links please go through it……..

[1] https://www.linkedin.com/in/dr-mahantesha-naika-b-n-a6b09769/

[2] https://scholar.google.co.in/citations?user=HD5K4LoAAAAJ&hl=en

[3] https://www.researchgate.net/profile/Mahantesha_Naika

છ વિધ્યાર્થી ચાયલા અજાણ્યા મલક ની મુસાફરી પર…. ભાગ-૨

તારીખ : ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૭

 નવા વાચક મિત્રો ની માફી માગતા વધુ સમય નઇ બગાડિ જુનુ થોડુ યાદ કરી લઇએ, તો….હું અને મારા છ મિત્રોં પહોચી ગયા હતા રજકોટ થી અમદાવાદ. અહિં નિરમા યુનિવરસીટી માં એક કોન્ફરન્સ હતી જેમા અમે ભાગ લિધેલો. ૫:૩૦ થી અત્યાર સુધી ની જહેમત પછી અમે રજિસ્ટ્રેશન કરાવ્યુંં. હવે મે કહેલુ કે હજી તો થોડા જગડા અને જમણ નુ ભમણ તો બાકિજ છે તો ચલો જઇએ ત્યાં.

મને સારી રીતે યાદ છે કે અમે રજિસ્ટ્રેશન કરાવતા હતા ત્યારે આદત અનુસાર મારો પરમ મિત્ર વિશાલ સામેવાળા ભાઇ ને સવાલ-જવાબ પુછવા લાગ્યો. ખોટુ ના કહુ તો ત્યાં બધા અંગ્રેજી મા એક્દમ સોફેસ્ટીકેટેડ રીતે વાતો કરતા અને મારો ભાઇ વિશાલ આંતરરાશ્ટ્રીય સ્કેટર (પેલા ધૂમ – ૨ માં રુત્વિકભાઇ પેલી ત્રણ પૈડા વાળી મોજડી પેરી દોડાદોડ કરે છે એમ આ ભાઇ પણ દોડતો હા એ વાત જુદી કે ચોરી કરીને નઇ પણ મેડલ જીતવા માટે.) એટલે એ પણ સોફેસ્ટીકેટેડ બનતો ભાઇ હું તો એ વખ્તે સીધો-સાદો ગુજરાતી માધ્યમ નો છોકરો એટલે આપણને એવું ચાપલુ-ચાપલુ બોલતા ના આવડે. પાછું બધાને લઇને હું આવેલો એટલે થોડી હવા તો હોય. મારાથી વિશાલ નુ આ વર્તન સહન ના થયું એટલે અમારે થયો જગડો. એમ પણ લાગણી હોય ત્યાં તિખારા થાય.

એ બધુ પતાવી અમે કોન્ફરન્સ હોલ માં બેઠા. એક પછી એક એમ બાર વક્તા આવ્યા એમાંથી અડધા ભુરિયાવ. અહિંયા આપડુ અંગ્રેજી નથી સમજાતુ તો એમનુ ક્યાંથી સમજાય. તોય આચાર્યસર એ કિધુ’તુ કે પ્રયત્ન તો કરવાનોજ એટલે જેટલુ સમજાય એટલુ સમજતા-સમજતા બપોરે જમવાનો બ્રેક પડ્યો એટલે અમે લોકો જમવા ભેળા થયા. પેલી કહેવત છે ને કે, “કાશી નુ મરણ અને સુરત નુ જમણ.” એમ એંજીનિયર માટે તો, “કાઉન્ટર સ્ટ્રાઇક નુ રમણ અને કોન્ફરન્સ નુ જમણ”. એકદમ પેટ ભરી ને દાબ્યા પછી અમે લોકોએ ભુરિયાવ જોડે ફોટા પડાવ્યા. ફોટા પડાવા પાછળ બે કારણ હતા એક કે મિત્રો સામે હવા મારવા થાય અને બીજુ કે એનથી નવા સંંબંંધ બને.

10402465_472384339568520_1996047590290213412_n
from left Akshay, Rohan, Me, Soham, Vishal and MIshal

સાંજે ૬:૩૦ ની આસપાસ અમે નવરા પડ્યા એટલે પછી ત્યાંથી અમારી આખા દિવસ ની યાદો નો પોટલો મગજ માં મુકી ઇસ્કોન તરફ પગલા માંડ્યા. ઇસ્કોન થી બધા છુટ્ટા પડવા લાગ્યા. વિશાલ એના મિત્ર ને ત્યાં ગયો, સોહમ એની બેન સાથે ભાવનગર ગયો, અક્ષય એના સગા ને ત્યાં ગયો; બચ્યાં હું, રોહન અને મિશાલ. અમે ત્રણેય એક ચાર પૈડા ની ગાડી માં કાન ના પડદા અને મગજ ના તાર ખેચી નાખે તેવા ગીતો સાંંભળતા-સાંભળતા, હડદોલા ખાતા-ખાતા સાવારે ચાર વાગે રાજકોટ પુગ્યા.

મિત્રો ખબર બહુ ઓછી પડી પણ મજા ખુબ આવી. મસ્તી ખુબ કરી પણ શિખવા ખુબ મળ્યુ. ગર્વ તો એ વાત નો હતો કે જ્યારે અમારા મિત્રો ક્લાસ રૂમ માં ગોખણીયુ જ્ઞાન લેતા હતા ત્યાં અમે ૪ કંંપની ના મેનેજર ને મલી આવ્યા હતા. એ સમયે મારા માટે એ જ “આઉટ ઓફ બોક્ષ” થિંકિંગ હતુ અને કદાચ મારા મિત્રો માટે પણ.

યારો, કાયમ અવગુણ ગોતતા પહેલા એ જોઇ લેવૂ કે જેને આપણે અવગુણ ગણીએ છીએ એ હકિકત માં સદગુણ તો નથી ને? નઇ તો વિશાલ જેવા મિત્રો કે જે સાચુ કહે છે તેમની જોડે લપ થશે અને મફત માં સંબંધો બગડશે એ જુદુ.

છ વિધ્યાર્થી ચાયલા અજાણ્યા મલક ની મુસાફરી પર..

તરીખ: ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૭

અજણ્યો મલક એટલે શું? એક એવો પ્રદેશ કે જેનાથી તમે અજાણ છો; પછી કદાચ એની ભાષા થી અજાણ હોય અથવા એ વાતાવરણ થી કે પછી ત્યાં ના લોકો થી. પરંતુ અહી તો અમે આ મલક ની ભાષા થી પણ વાકેફ હતા અને ક્યાંક અહીં ના લોકો થી પણ; હા અમે અજાણ હતા અહી ના વાતાવરણ થી. મને એવુ લાગતુ હતુ કે કદાચ અમે અહીં ના વાતાવરણ ના પ્રમાણ માં ઉમર થી નાના છીએ. આમ તો અમારી મુસાફરી ચાલુ થઇ હતી ૧૪ નવેમ્બર, ૨૦૧૪ ની રાત્રે. પણ એ પહેલા આપણે નજર કરીશુ મુસાફરી ના કારણ પર.

આ વાત ત્યરની છે જ્યારે હું એંન્જિનિયરીંગ ના પહેલા વર્ષ માંં હતો. મારા એક સુપર સીનીયર હતા આકાશભાઇ રાદડીયા. આકાશભાઇ ને હું અમારા ડિપાર્ટમેંન્ટ ના  ગણપતી વિસર્જન માં મલેલો. પછી અમારી સારી એવી ઓળખાણ થઇ. એક દિવસ આકાશભાઇ મને કહે ચાલ મારી જોડે. એટલે મે સહજતા થી પુછ્યું કે, “ક્યાં જવુ છે તમારે?” એટલે એમણે એકદમ સરળતા થી જવાબ આપ્યો કે આચાર્યા સર પાસે. આચાર્યા સર એટલે અમારા પ્રિન્સીપાલ. હવે કોઇ પહેલા વર્ષ મા ભણતા વિધ્યાર્થી ને  પ્રિન્સીપાલ પાસે જતા ડર તો લાગેજ ને, એટલે મે ના પાડી પણ તો બી એ મને ખેંંચીને લઇ ગયા. કદાચ એ દિવસે એ મને લઇ ના ગયા હોત તો હુ અત્યારે જે છુ એ ના હોત.

પહેલી મુલાકાત પછી મને સર ને મલવા જવાનુ ખુબ મન થતુ કારણ કે સર એટલે જ્ઞાન અને પ્રેરણા નો દરિયો. એક દિવસ સમી સાંજે હું અને મારો ખાસ મિત્ર મિશાલ સર ને મલવા ગયા. સર એ થોડિ ઓપચારિક વાતો કરી અને એ પછી એમણે અમને એક કગળ નુ ફરફરીયું આપ્યું જેમા કાઇક કોંફરન્સ વીશે લખેલુ અને એ.એસ.ક્યુ કરીને એક સોસાયટી વિશે લખેલુ. મારો મોટો ભાઇ આવી બધી જગ્યા એ જતો એટલે મને એટલી ખબર કે આ સારુ કે’વાય. સર એ અમને આ બધુ આપી ત્રણ-ચાર નંંબર આપ્યા અને આ કોંફરન્સ મા ભાગ લેવા કહ્યુંં. એ બધા નંબરો પર વાત કર્યા પછી ખબર પડિ કે જો સર ઇછ્ત તો એ અમરુ રજિશ્ટ્રેશન આરામ થી કરવી શકત પરંતુ એમા અમને કશુજ શિખવા ના મળત.

આજ વાત મેં મારા બીજા મિત્રો ને કરી અને ૧૪ તારીખ ની રાત્રે ૧૧:૩૦ એ હું અને મારા પાંચ મિત્રોં મિશાલ, વિશાલ, સોહમ, રોહન અને અક્ષય અમદાવાદ ની બસ પકડવા રાજકોટ બસ સ્ટેન્ડે પહોચ્યાં. અમારી ૧૨:૩૦ ની બસ હતી જે અમને ૪:૩૦ એ અમદાવાદ ઉતારે. થોડી ફોટોગ્રાફી કરી ત્યાં બસ નો ટાઇમ થઇ ગયો. બસ માં પણ ખુબજ મસ્તી કરી. ચાર કલાક ક્યાં જતા રહ્યા ખબરજ ના પડિ. સવારે ૪:૪૫ ની આસપાસ બસે અમને ઇસ્કોન ચાર રસ્તે ફેકી દિધા. વિશાલ એ અહિં ના મસ્કાબન ના બહુ વખાણ કરેલા તો બધાએ એક-એક દાબી લિધા. પછી ત્યાં થી ઓટો કરીને નિરમા પહોચ્યાં; પણ ૫:૩૦ માં નિરમા કોણ મમો ખોલવા આવે! એટલે અમે ત્યાં થી વૈશનવ દેવી તરફ પગલા માંડ્યા.

ત્યાં પહોચ્યા પછી ખબર પડી કે સાલુ ભગવાન ના ઉઠે ત્યાં સુધી આપણે પણ મંદિર મા ના જઇ શકિએ. એટલે ઉતરેલિ કઢી જેવા મોઢા લઇને અમે ફરી નિરમા તરફ મો વાળ્યુંં હા એક વાત છે કે કોઇ નહતુ ત્યરે અમારી જોડે એક કુતરુ ફરતુ હતુ અને અમે એની સાથે બહુ મસ્તી કરી. ૫:૪૫ ની આસપાસ અમે નિરમા ના ચોકિદાર પાસે જઇ ને તપાસ કરી તો ખબર પડિ કે હમણા ૬:૦૦ વાગે ગેટ ખોલસે અને પછી અમને જવા દેશે.

૬:૦૦ વગે અંદર જઇ ને થોડા ફ્રેશ થયા અને થ્રોટલીન પ્રોસેસ કરી. માફ કરશો કદાચ મારા મિકેનીકલ બંધુ સિવાય કોઇને થ્રોટલીન નહી ખબર હોય પરંતુ એટલુ કહી દઉ કે એમા પ્રેશર ડ્રોપ થાય ;). એ પછી અમે મેઇન ઇવેન્ટ જ્યાં હતી ત્યા રજિશ્ટ્રેશન માટે પહોચ્યાં પરંતુ ત્યા જઇને થયુ કે અમે અજણ્યા મલક મા આવી ગયા છીએ. તમેજ જુઓ ને અમારા સિવાય કોઇના માથે વાળ પણ નથી.

img_0979

હા પણ અમને એક વાત નો આનંદ જરુર હતો કે જ્યાં આટલા બધા ઇન્ડસ્ટ્રિઆલિસ્ટ છે એવા ઓર્ગનાઇજેશન ના અમે આટલી નાની ઉમર માં મેમ્બર બની શક્યા. હજી તો શરુઆત થઇ છે અંત તો ખુબજ રોમાંચક છે જે હુ આવતા અંક મા લખીશ. કેમકે બહુ મોટુ લખાણ લોકો ને વાંચવુ ગમતુ નથી. હજી તો આમા અમારા જગડા અને ત્યાં ના જમણ ની વાત તો બાકીજ છે. સારુ હવે મલિશુ આવતા ગુરુવારે.

ત્યાં સુધી આવજો અને વાંચતા રહેજો.

મિત્રો જિવન મા તક ગમે તે સ્વરૂપે આવિ શકે છે, મારા જિવન માં આકાશભાઇ ના સ્વરૂપમાં આવી. તક ને જડપી લેજો બધાના નસીબ સારા નથી હોતા કે તક એમને ખેંચી ને લઇ જાય.

બર્ગર ના વાવ થી બાપાસીતારામ ના વડાપાવ

તારીખ: 0૮/૦૨/૨૦૧૭

જુઓ વાચકો અમે રહ્યા ઈજનેર અને અમારી જિંદગી નો સૌથી મોટો નિષ્ફળ પ્લાન હોય તો એ છે ગોઆ નો પ્લાન. મારા બધાજ એન્જિનિયર મિત્રો ને ખબર હશે, અરે! ખબર શું અનુભવ હશે કે દરેક સેમેસ્ટર ની શરૂઆત થતા ની સાથેજ સેમેસ્ટર વેકેશન માં ગોઆ જવાનો પ્લાન બનતો હોય. એ પ્લાન માં એક મુખ્ય વ્યક્તિ હોય જેને સૌથી વધુ ચુલ હોય ગોઆ જવાની અને પાછું ૯૯% કિસ્સા માં એ બધીજ રીતે સદ્ધર પણ હોય. હવે સમય આવે વેકેશન નો ધીરે-ધીરે મુખ્ય વ્યક્તિ બધાને પૂછવાની શરૂઆત કરે એટલે પે’લોજ જવાબ મળે ઘેર પૂછી ને કહું, એટલે ટૂંક માં ૫૦% લોકો તો ત્યાંજ નીકળી ગયા હવે આવી મારા જેવા લોકો ની વાત કે જે હોશિયારી માં ને હોશિયારી માં પે’લા તો હા પડી બેઠા હોય પણ ખબર હોય કે ઘેર પપ્પા તો નથીજ માનવાના એટલે પછી થાય બહાના બાજી શરુ અને એમાંજ તો જિંદગી ની મજા છે અરે ભાઈ! મિત્રો ને ઉલ્લુ ના બનાવીએ તો કોને બનાવી? ગોઆ ના પ્લાન માં તો છેલ્લે એક જ વ્યક્તિ બચે અને પ્લાન મોકૂફ રખાય આવતા વેકેશન સુધી. આમનામ ચાર વર્ષ નીકળી જાય.

અહીં પણ આવુજ કંઈક થાય છે; આ વાત છે મારા જ રૂમ માં રહેતા મારા ભાઈ માધવની. માધવ ખુબજ મજાકિયા સ્વભાવ નો વ્યક્તિ, ભાઈ ખાવા-પીવા અને લહેર કરવાનો શોખીન એટલે રોજ નવા-નવા ભાવો થાય. હમણાં-હમણાં ભાઈ મોટરસાયકલ લા’યો છે રૂમ પર એટલે હવે ગમે ત્યાઁ જવું હોય તો અગવડતા ના પડે. બે દિવસ પહેલા ની આ વાત છે સાંજ ના ૩:૩૦ જેવું થયું હશે. હું તો મારુ કામ કરતો હતો ત્યાં અચાનક થીજ એક ઉત્સુક અવાજે મારા કાનના દરવાજા ખટખટાવતા કહ્યું, “હાલ તારે MacD આવું છે?” એટલે હું તો અચંબા માં પડી ગયો કે આ માધવ ને અચાનક MacD ક્યાંથી યાદ આવ્યું! એટલે મેં સ્વાભાવિક રીતે પૂછ્યું, “કેમ વળી અચાનક? અને કોણ-કોણ જવાનું છે?”

હવે એમનું તો કદાચ પહેલાથીજ પ્લાનિંગ હશે એટલે કહે, “હું અને મારા બીજા ચાર-પાંચ મિત્રો જઈએ છીએ સવારે વાત થઇ હતી. આમ પણ ઘણા દિવસ થી નથી ગયા એટલે જઈએ છીએ.” જુઓ મારે તો કામ હતું એટલે મેં પ્રે..મ થી ના પાડી દીધી અને કાન માં ભૂંગળા લગાવી ગીતો ના નાદ માં ઝઝુમતા-ઝઝુમતા મારુ કામ કરવા લાગ્યો. માધવ બધા ને ફોન કરતો હતો એવું જણાઈ રહ્યું હતું પરંતુ દરેક ફોન પત્યાં પછી ભાઈ ના મોઢા નો રંગ ઉડતો જતો’તો. થોડા ક્ષણ ની નીરવ શાંતિ પછી થયું કે હવે આના પ્લાન ની હાલત ગોઆ ના પ્લાન જેવી થઇ છે એટલે મેં કહ્યું, “શું થયું કઈ તકલીફ થઇ?” એટલે એકદમ ગંભીર અવાજ માં એણે કહ્યું, “ના’રે ના પણ બધા ધીરે ધીરે છટકી ગયા.” આ સાંભળતા જ હું અને બ્રિજરાજ (અરે મારો બીજો રૂમ પાર્ટનર) ખડખડાટ હસ્યાં.IMG_20170208_171452302.jpg

જેમ ભારત અને ચીન ની શિખર મંત્રણા થતી હોય એમ અમે ત્રણેય એ મળીને નક્કી કર્યું કે છેક ૫ કિલોમીટર દૂર MacD જવું એના કરતા કાલાવડ રોડ પર બાપાસીતારામ ના વડાપાંવ ખાઈ લઈએ;અને એજ અત્યારે આપણને પોસાસે. એ વાત બીજી કે અંતે માધવ તો MacD ગયોજ તે અને બર્ગર ના વાવ નો અહેસાસ એણે રૂમ પર આવી ને લીધો. પરંતુ અમે એને “બર્ગર ના વાવ થી બાપાસીતારામ ના વડાપાંવ” પર તો લાવીજ દીધો’તો.

આમ જીવન માં પણ ક્યારેક બર્ગર ના મળેતો વડાપાંવ થી પણ કામ ચલાવી લેવું કેમકે દરેક વખતે જીવન આપણને ગમતો સ્વાદ નથી આપી શકતું.