દુ:ખ થાય છે…

Date: 3rd Aug, ’17

કેટલુ સુંદર હતુ હું, જ્યારે હું કાંપ થી ઓળખાતુ;
પણ આજે સુરેંદ્રનગર શહેર બનીને મને દુ:ખ થાય છે.

મજા આવતી હતી, જ્યારે લોકો ખરીદી કરવા અવતા;
પણ આજે આટલા સંતાનો હો છતા ગંદગીની વચ્ચે દુ:ખ થાય છે.

એક જ કારખાનુ જીનતાન આખુ જગ ગજાવતુ;
આજે આટલા કારખાના વચ્ચે પણ મારા બેરોજગાર સંતાન ને જોઇ મને દુ:ખ થાય છે.

રસ્તા ન હતા પણ લોકો કેડી એ ચાલીને મારા લોકમેળા માં આવતા;
આજે આટલા રસ્તા હોવા છતા પણ એમા પડેલા ખાડાઓ માટે દુ:ખ થાય છે.

એકજ પુલ હતો મારા ભોગાવાની માથે, પણ લોકો નો સહારો હતો;
અને આજે આટલા પુલ હો છતા એની નીચે ચાલતા દારુ ના ભઠ્ઠા ને જોઇ મને દુ:ખ થાય છે.

ન હતુ કોઇ શાષક મારો, પણ મીલીટ્રી નો કેમ્પ રહી હું ગર્વ અનુભવતો;
પણ આજે નગરપાલીકા થી રાજ્યસભાની વચ્ચે ચાલતા ભ્રષ્ટાચાર માટે દુ:ખ થાય છે.

દંગા માં ન’તો મારો હિંદુ મર્યો કે ન’તો મારો મુસલમાન;
પણ આજે પ્રતિષ્ઠાના જંગે ચડેલા દિકરાઓ ને જોઇ મને દુ:ખ થાય છે.

ન હતી સારી રેસ્ટોરાં કે ન હતુ સારુ કેફે તો પણ પરોઠા-શાકમાં લોકો સ્વસ્થ રે’તા;
આજે નમદાર રેસ્ટોરન્ટોના ખોરાકની વચ્ચે બિમારીથી પીડાતા લોકોને જોઇને દુ:ખ થાય છે.

પહેલા લોકો મને આર્થીક રીતે પછાત કહેતા એ પોસાતુ;
પણ આજે જ્યારે માનસીક રીતે પછત કહે છે ત્યારે મને દુ:ખ થાય છે.

કાંપ હતો ત્યારે લોકો રહેવા નહતા આવતા;
પણ આજે શહેરુ ત્યારે મારી ભો પર જન્મેલો બાળક તરછોડીને જાય છે ત્યારે દુ:ખ થાય છે.

 –  અભિજીત મહેતા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: