અણધાર્યો મેસેજ

તારીખ: ૨૮ જુલાઇ ૨૦૧૭

રાતના ૧૨:૩૦ થયા હશે ને રાજકોટનો સત્યસાઇ રોડ માણસ ઝંખતો હતો, કુતરા ભસી રહ્યા હતા, પાન ના ગલ્લા વાળા પોલીસની બિકથી પોતાની દુકાનો બંધ કરી રહ્યા હતા. આ બધી બાબતથી અજાણ સત્યસાઇ રોડ પરની એક સોસાયટી ના પીજી માં રહેતો પ્રીત પોતાના બન્ને હાથની વચ્ચે કોફીનો કપ પકડીને કાન ના ભુંગળા માં વગતા એ સંગીતને માણી રહ્યો હતો.

સંગીતના જોરદાર અવાજ ની વચ્ચે એને પોતાની મેસેજ ટ્યુન સંભળાઇ, એટલે એ અચરજ પામ્યો અને એણે પોતાનો મોબાઇલ જોયો. મોબાઇલ ખોલી ને એણે જોયું તો આ મેસેજ એના સ્કુલના મિત્ર સૌરભ નો હતો. ચાર વર્ષ થઇ ગયા હતા મીત્રને મળ્યાને; વચ્ચે ક્યારે પણ કોન્ટેક્ટ થયેલો નહીં. આજે અચાનકથી રાતન બાર વાગે આવેલા મેસેજ થી પ્રીતને થોડી ચિંતા થઇ.

મેસેજમાં લખેલુ હતુ કે, “ભાઇ સુઇ તો નહતો ગયો ને?”

પ્રીતે જવાબ માં લખ્યુ કે, “ના…ભાઇ…ના, આપણે તો એન્જીનીયરીંગના સ્ટુડન્ટ એમ થોડી સુઇ જઇએ. બોલ..બોલ શું કામ અત્યારે યાદ કર્યો?”

થોડીવાર રહી ફરી સૌરભ નો મેસેજ આવ્યો કે,”સોરી.”

પ્રીતને થયુ કે આટલી મોડી રાત્રે મેસેજ કર્યો એટલે કદાચ સોરી કેહતો હશે માટે એણે જવાબ આપતા કહ્યુ કે, “ના, ભાઇ સોરી શું કહેવાનું એમા…! તુ બોલ કામ શું છે?”

ફરી એકાદ મીનીટ રહી સૌરભ નો મેસેજ આવે છે કે, “પ્રીત આ સોરી હું નહીં પણ મોનીકા એ કહ્યું છે, તને યાદ છે મોનીકા?”

મોનીકા નું નામ સાંભળી પ્રીત ખુબજ ઉંડા વિચારોમાં જતો રહ્યો, એને પોતાનો અતીત યાદ આવવા લગ્યું. વિચારો ના વંટોળમાં એ ફાસાઇ રહ્યો હતો પણ પોતાની જાત પર કાબુ મેળવતા સૌરભને મેસેજ કર્યો કે, “શું મજાક કરે છે ભાઇ, મોનીકાની વાત ને વર્ષો વીતી ગયા અને કદાચ એ મને ભુલી પણ ગઇ હશે. સોરી ની વાત તો દુર રહી એને મારું નામ પણ નહીં યાદ હોય.”

બીજી જ સેકન્ડે સૌરભનો જવાબ આવ્યો કે, “અલ્યા ભાઇ સાચુ કહુ છું, અત્યારે હું એની જોડેજ વાત કરતો હતો અને વાત માં ને વાત માં તારી વત થઇ, મેં એને તારા વિશે બધુ કહ્યુ તો એને પણ પોતાના કર્યા પર ગીલ્ટ ફિલ થયું. હવે જો તારા માં હિંમત હોઇ અને હજી તારા દિલમાં થોડી પણ જગ્યા હોઇ એની તો એને ખાલી હાઇ નો મેસેજ કર.”

પ્રીત એકપળ માટે વિચારે છે કે એ સમય નો હું અને અત્યારનો હું બહુ અલગ છું અને પછી હું શુ કામ એને મેસેજ કરુ? પણ પછી એને એવું થયું કે આજે કદાચ હું અહિંયા સુધી પહોચ્યો એ કદાચ મોનીકા ના કારણે જ છે, એણે જો એ દિવસે મને ઠપકો ના આપ્યો હોત તો મારામાં કાંઇક કરી દેખાડવા નો જુસ્સો જ ન આવ્યો હોત. ખુબજ વિચાર્યા પછી એણે પોતનું મેસેન્જર ખોલ્યું અને મોનીકા ગોહીલ સર્ચ કર્યું સૌથી પહેલાજ એને પોતાની મોનીકા મલી ગઇ. ઠંડા પાણી એ નાવા જઇએ ત્યારે શરુઆતની દસ મીનીટ તો ખાલી આપણે એજ વિચારતા હોઇએ કે પાણી કેટલું ઠંડુ લાગશે, એમ મોનીકાને મેસેજ કરતા પહેલા લગભગ દસ મીનીટ સુધી તો એજ વિચારતો હતો કે મેસેજ કર્યા પછીનું શું રીએક્શન હશે?

અંતે ખુબજ હિંમત ભેગી કરી એણે મોનીકાને મેસેજ કર્યો, “હેલ્લો…:) “

મેસેજ સેન્ડ થયાની બીજીજ સેકન્ડે મોનીકાનો રીપ્લાઇ આવ્યો. “હાઇ…આઇ એમ સો સોરી…જે પણ થયું એ સમયે એ મારી ગેરસમજ ના લીધે થયું; હું તને સરખી રીતે જાણી ન શકી. મારી આ ભુલ થી તને ખુબજ દુ:ખ થયું. સોરી યાર થઇ શકે તો મને માફ કરી દે.”

મેસેજ વાંચી પ્રીત ખુબજ ખુશ થયો, એના માટે તો મોનીકા નો મેસેજ એક સ્વપ્ન હતું. મેસેજ નો જવાબ આપતા એણે લખ્યું કે, “મોનીક, જે થયુ એમા કોઇ નો વાંક નહતો કદાચ એ ઉમર આ બધી વસ્તુઓ માટે ની નતી અને તે મારી સાથે જે કર્યુ એ બરાબર કર્યું કારણકે કદાચ એ બનાવને લીધેજ હું અહીયા છું, સો ડોન્ટ ફિલ બેડ.”

મેસેજ સેન્ડ થયાની એકાદ મીનીટમાં મોનીકા નો રીપ્લાય આવ્યો કે, “પ્રીત થેંક્યુ વેરી મચ…તુ હજી પણ મને સમજે છે એનાથી જાણીને હું ખુશ છુ..પણ તુ હજી પણ મને પ્રેમ કરતો હોય તો એક વાત હું તને કહી દવ કે હું તારા માટે હવે યોગ્ય નેથી.”

પ્રીતને સમજાતુ નથી કે એ શુ કહે માટે જે દિલમાં હતુ એજ કહી દે છે કે,

 તને તો પાંચ વર્ષ પહેલા પણ એવુજ લાગતુ હતુ અને અત્યારે પણ એવુજ લાગે છે કે તુ મારા માટે યોગ્ય નથી પણ સાચુ કહું તો કોણ કોના માટે યોગ્ય છે અને કોણ નથી એ નક્કિ કરવા વાળા આપણે કોણ અને રહી વાત પ્રેમ ની તો એતો હું તને ત્યારે પણ કરતો અને આજ પણ કરુ છું કારણ કે પ્રેમ નો મતલબ સાથે જીવવુ કે મરવુ નથી, પણ બે પળ મળેલી એ આંખો માંથી જરેલા અમૃત ને પીને હસીખુશી થી જીંદગી વિતાવવી છે; પછી પરીસ્થિતી ગમેતે હોય.

બસ પછી એમની વાતો રાતે મોડે સુધી ચલ્યા કરે છે પણ હવે આપણે એમની પર્સનલ જીંદગી માં ડોકચ્યા કર્યા વગર આપણે પણ જરાય હોશીયારી રખ્યા વગર આપણા પ્રીત ને કે આપણી મોનીકા ને એક અણધર્યો મેસેજ કરી દઇએ કે જેથી કરીને આપણા પ્રોબ્લેમસ પણ પ્રીતની જેમ સોલ્વ થઇ જાય બની શકે કે ફરી મળી ન શકી એ પણ હ્રદય ને એક શાંત્વના જરૂર મળશે.

Advertisements

4 thoughts on “અણધાર્યો મેસેજ

Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: