મીરાંની જેમ મને મળજો

તારીખ: ૧૮ જુલાઇ ૨૦૧૭

 

આસપાસ, આરપાર, અઢળક ઊભો છું,
તમે પાછા વળીને મને કળજો,
તમે મીરાંની જેમ મને મળજો.

ઓઢણીમાંં સૂસવાટો રણનો વંટોળ
અને વીરડીમાં જાગ્યું તોફાન,
રણ્ની રેતીમાં કેવું અદકેરું અટવાણું
સળગેલા સૂરજનું વહાણ.

કો’ક્વાર ધોધમાર દોડવાના દિવસોમાં
મંજીરા સાંભળીને વળજો,
તમે મીરાંની જેમ મને મળજો.

તમારાના કાનમાંથી ટપકે છે રાત
અને મૌનનો ચણાયો મોટો મહેલ,
ધૂપસળી જેમ કોણ ઓગળે છે ઓરડે
એને પૂછવાની કોણ કરે પહેલ.

એકધારો એકતારો છેડે જે રાગ
તેમાં એકપણું ભાળો તો ભળજો,
તમે મીરાંની જેમ મને મળજો.

– ભાગ્યેશ જહા
પુસ્તક : મીરાંની જેમ મને મળજો…
પુષ્ઠ નં : ૨૧

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: