ગુરુપુર્ણીમા નીમીતે મારા દરેક ગુરુઓ ને મારા નમન…

તારીખ: ૮ જુલાઇ, ૨૦૧૭

ગુરુ ગોવિંદ  દોનો ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુદેવકી જિન્હોને ગોવિંદ દીયો બતાય.

                                                                                   – સંત કબીર

 

સંત કબીર દ્વારા વર્ણવેલ આ બે પંક્તી માં કદાચ ગુરુ નો સંપુર્ણ મહિમા આલેખયો છે પરંતુ છતાય આપણા પુરાણો માં કહ્યા પ્રમણે આપણે ગુરુ ઋણમાંથી ક્યારે પણ મુક્ત થય શક્તા નથી.

ગુરુ શબ્દ જો કળેયુગ નો આધેડવય નો વ્યક્તી સાંભળે તો એને દ્રોણાચાર્ય, વાલ્મિકીજી, વેદ વ્યાસજી અથવા બ્રહ્મા ની યાદ આવે અને જો કળયુગ નો યુવાન સાંભળેતો એને જે તે સંપ્રદાય ના વડાઓ એટલેકે પોતાને ધર્મ ગુરુ કહેતા લોકોના ચહેરા સામે આવે. પરંતુ હકીકત માં અન્ય વસ્તુઓની જેમજ ગુરુનો પણ અર્થ આપણે કળીયુગ માં બદલી નખ્યો છે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ માં AMA, અમદાવાદ માં થયેલા એક સેમીનાર માં પુજ્ય બ્રહ્મવિહારી સ્વામી આવેલા અને એમણે ગુરુ અને શિષ્ય ના સંબધ ની વાત કરેલી જેનું આલેખન રાજભાઇ મિસ્ત્રી એ તેમના બ્લોગ http://www.rajmistry2.wordpress.com કાઇક આ રીતે કરેલું,

 • મનુષ્ય ના જીવન મા સંબંધો જ તેને કંઇક ઓળખાણ આપે છે….એકલતા -ક્યારેક તમને જોડે છે તો ક્યારેક તોડે છે…આથી સંબંધો અગત્ય ના છે- પણ એમને સમજવા અને નિભાવવા મુશ્કેલ છે. આ શિક્ષણ ગુરુ આપે છે.
 • સંબંધો મા નવો દ્રષ્ટિકોણ જરૂરી છે….અન્ય સંબંધો થી ગુરુ શિષ્ય નો સંબંધ નિરાળો છે કારણ કે ગુરુ શિષ્ય ને ધરતી પર જ સ્વર્ગ રચવાનું શીખવાડે છે….જો તમે કોઈના થી પણ સકારાત્મક પણે પ્રેરિત થવાનું જાણો છો તો તમે આજીવન શિષ્ય છો…..
 • ઉપનિષદ ( ની નજીક બેસવું) એ ગુરુ નું સ્વરૂપ જ છે…..ગુરુ ની પ્રગટ હાજરી તમને મોટા મોટા પ્રશ્નો થી બચાવે છે….જીવન-સમાજ-દુનિયામાં મોટા મોટા બદલાવ લાવે છે…
 • શિષ્ય બનવા માટે જરૂરી છે- વિશ્વાસ પાત્રતા અને ગુરુ માટે જરૂરી છે – સત્ય પાલન….ગુરુ શિષ્ય સાથે મળી ને સંપૂર્ણ થાય છે. અને ગુરુ ની આજ્ઞા – પૂર્ણ શ્રધ્ધા થી પાળવામાં આવે ત્યારે શિષ્ય નો જન્મ સફળ થાય છે…પૂર્ણ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે…..
 • યોગીજી મહારાજ નો એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ની અનન્ય નિષ્ઠા….પ્રમુખ સ્વામી મહારાજ નો- એમના ગુરુ યોગીજી મહારાજ મા અતુટ વિશ્વાસ…આજે ૧૦૦૦ થી વધારે મંદિરો- ૯૦૦ થી વધારે સંતો અને બે અક્ષરધામ મા દેખાય છે…..છતાં- પ્રમુખ સ્વામી મહારાજ આ બધા નો શ્રેય- એમના ગુરુ ને જ આપે છે….કારણકે એ માને છે કે ગુરુ માટે જેટલું પણ કરીએ એ ઓછું છે.
 • ગુરુ – પોતાના શિષ્ય ને મોક્ષ નો માર્ગ બતાવે છે…..અને બસ એટલા થી નથી અટકતા- પણ ભગવાન નો તાદ્રશ્ય અનુભૂતિ પણ કરાવે છે…..બહેરીન મેડીકલ સેન્ટર ના ડૉ.ફૈઝલ ઝીયા હોય કે આપણા જગ વિખ્યાત રાષ્ટ્રપતિ ડૉ.કલામ હોય…એમણે પ્રમુખ સ્વામી મા ભગવાન નો અનુભવ કર્યો છે…..
 • આમ ગુરુ – માઈક્રો લેવલે – શિષ્ય ના સુખાકારી માટે વર્તે છે- જે શિષ્ય ના જીવન મા મેક્રો લેવલે જોવા મળે છે….સાચો ગુરુ -શિષ્ય ના જન્મ અને મરણ બન્ને મા સાથે હોય છે…..સાચો માર્ગ દર્શક હોય છે…..અને બધાને સપ્રેમ સ્વીકારે છે…..

પરંતુ કદાચ આજે આપણે ગુરુ ની વ્યાખ્યાજ બદલી નાખી છે, આજે આપણે ગુરુ ને અંગ્રેજી શબ્દ teacher વડે દર્શાવી દઇએ છીએ પરંતુ અંગ્રેજી ના વિદ્વાનો પણ એમ માને છે કે ગુરુ એ સંસ્ક્રુત લિપી નો શબ્દ છે અને એ શબ્દ ને વર્ણવવા અમે અસમર્થ છીએ, Teacher તો ફક્ત શિક્ષક ને વર્ણવે છે અને શિક્ષક ને ગુરુ સાથે કદી પણ ના સરખાવી શકાય કારણકે, શિક્ષક શિક્ષણ આપે અને ગુરુ જ્ઞાન આપે. શિક્ષણ જીવન નિર્વાહ નું સાધન છે, જ્યારે જ્ઞાન જીવન જીવવું કેવી રીતે એ શીખવે છે.

મારા જીવન માં અનેક શિક્ષકો આવ્યા અને એમણે મને અનેક પ્રકાર્નું શિક્ષણ આપ્યુંં જેના કારણે આજે હું મારા શરીર ની જરુરીયાત પુર્ણ કરી શકુંં છું, પરંતુ મને જીવન માં ખુબજ ઓછા ગુરુ મળ્યા કે જેમના કારણે આજે હું મારી અત્મા ની જરુરીયાત પણ પુર્ણ કરી શકુંં છું.

આવા કેટલાક ગુરુઓ ને ગુરુપુર્ણીમા ના આગળ ના દિવસે હુંં આ નાના એવા બ્લોગ મારફત આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું કદાચ એકલવ્ય તો નહીં બની શકું કે જે પોતાનો અંંગુઠો કાપી ને આપી શકે પણ હું એક એવો શિષ્ય જરુર બનીશ કે જેના પર ગુરુ ગર્વ કરી શકે.

મારા જીવન માં આવેલા અમુક ગુરુ અને એમનામંથી શિખવા મળેલ કેટલીક બાબત અહીં આલેખું છું,

 • પ.પુ. ત્યાગ વલ્લભ દાસ સ્વામી : સ્વામીજી અમારી સંસ્થાના સંચાલક છે અને મારી નહીવત પ્રમાણ માં એમની જોડે મુલાકાત થઇ હશે પરંતુ મને સારી રીતે યાદ છે કે જ્યારે મારું ઓરીએંટેશન હતું ત્યારે સ્વામીજી એ એક વક્તવ્ય આપેલું અને એમા એમણે એવી વાત કરેલી કે જ્યારે મણસ ને ખરેખર કાંઇક કરવું હોય ત્યારે એને કોઇ પણ જાતની પરીસ્થીતી નડતી નથી. આ વાત મારા અત્મા ને પચી ગય અને આજ ખોરાકથી આત્મમિય કોલેજ માં મારી કારકીર્દી નો પ્રારંભ થયો, એ પછી અનેકવાર મને એમનું વક્તવ્ય સાંંભળવાનો મોકો મળેલો.
 • ત્રણ ગુરુ કે જેમના કારણે આડાઅવળા લકડા ના કટકા માથી નયનરમ્ય ફર્નીચર માં મારુ ટ્રાન્સ્ફોર્મેશન થયું  : યોગીધામ સંકુલ માં પ્રવેશ કર્યા પછી મારી મુલાકાત અમારા ટ્રસ્ટી શ્રી નલીનભાઇ જવેરી, અમારા પ્રીન્સીપલ શ્રી જી.ડી.આચાર્ય અને અમારા લાઇબ્રેરીયન શ્રીમતી શીતલ ટાંક  જોડે થઇ, આ ત્રણ ગુરુ મારાં જીવન ના સૌથી શ્રેષ્ઠ વ્યક્તીઓ છે કારણકે, એમણેજ મને એ શીખવ્યું કે ક્યાં, કેટલું અને કેવી રીતે બોલવું અને કેવું વર્તન કરવું અને કદાચ એ પાઠ ને કારણે જ આજે હું એક પ્રદર્શીત કરી શકાય એવા વ્યક્તીમાં રુપાંતરીત થયો છું.   
 • નાની-નાની વાતો કરી ખુબજ જ્ઞાન આપી દેતા ગુરુઓ: કેટલાક ગુરુ મારી જીંદગી માં એવા આવ્યા કે જેમણે ખુબજ નાની-નાની વાતો કરી અથવા એમના વર્તને મને નાની-નાની વાતો શીખવી; આવા ગુરુઓ માં હુંં અમારા એચ.ઓ.ડી શ્રી પુરાણીકસર,અમારા ગણીત ના શિક્ષક ચીરાગસર,  અમારા કમ્યુનીકેશન ના શીક્ષક ધરામેડમ અને બ્રીંદામેડમ, તથા ખુબજ ઓછા સમય માટે મારી સાથે રહેલા પણ ઘણું શીખવી ગયેલા આર.સી.ટી.આઇ કોલેજ ના શિક્ષક જનકસર.
 • કેટલાક મિત્રો અને પારીવારીક લોકો કે જે ઘણુંબધુ શીખવી ગયા : મિત્ર એક એવી વ્યક્તી છે કે જેનો ફાળો તમરા ઘડતર માં સૌથી વધુ હોય અને સદ્ભાગે મને ખુબજ સારા મિત્રો મળેલા છે કે જેને હું ગુરુ પણ માની શકુંં એવા માં હુંં યશ(બટુક), સાગર, મીશાલ, વીશાલ, હર્શદ(હની) અને કેવલ નો આભારી છું. મારા જીવન માં પરીવર્તન ની શરુઆત કરનાર વ્યક્તી ને હું આ અવસર પર ભુલી જાવ તો લાનત છે મારા પર, એ વ્યક્તી કે જેણે આ બ્લોગ શરું કરવા માટે પ્રેરીત કર્યો, એ વ્યક્તી કે જેણે મને વાંચન માટે પ્રેરીત કર્યો અને કદાચ આજે હું આટલું લખી શકું છુ તો એ પણ કદાચ એમનાજ કારણે; એ વ્યક્તી છે મારા ભાઇ બ્રીજેશ મહેતા.  

આ બ્લોગ થકી મેં મારા બધાજ ગુરુ નો આભાર વ્યક્ત કર્યો કદાચ આભાર શબ્દ એમના માટે નાનો છે છતાંય હું એમનો જીવનભર આભારી રહીશ. જો તમારી લાઇફ માં પણ આવા ગુરુ હોય તો કોમેન્ટ કરી એમનો આભાર વ્યક્ત કરવાનું ના ચુક્તા.

ગુરુ પુર્ણીમાં ના હાર્દીક અભીનંદન.

-અભિજીત મહેતા.

Advertisements

2 thoughts on “ગુરુપુર્ણીમા નીમીતે મારા દરેક ગુરુઓ ને મારા નમન…

Add yours

 1. સમજ અને શ્રદ્ધા બંનેનો સમન્વય કરીને લખેલ સુંદર પોસ્ટ, યુવાન મિત્ર! વાંચીને ખુશી થઈ. સરળ રીતે છતાં ગહનતાથી ગુરુનો મહિમા સમજાવ્યો છે તે પ્રશંસાને પાત્ર છે.
  આવા અર્થપૂર્ણ લેખો અન્ય માટે પ્રેરક બને છે, દોસ્ત! લખતા રહો! અભિનંદન!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: