છ વિધ્યાર્થી ચાયલા અજાણ્યા મલક ની મુસાફરી પર..

તરીખ: ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૭

અજણ્યો મલક એટલે શું? એક એવો પ્રદેશ કે જેનાથી તમે અજાણ છો; પછી કદાચ એની ભાષા થી અજાણ હોય અથવા એ વાતાવરણ થી કે પછી ત્યાં ના લોકો થી. પરંતુ અહી તો અમે આ મલક ની ભાષા થી પણ વાકેફ હતા અને ક્યાંક અહીં ના લોકો થી પણ; હા અમે અજાણ હતા અહી ના વાતાવરણ થી. મને એવુ લાગતુ હતુ કે કદાચ અમે અહીં ના વાતાવરણ ના પ્રમાણ માં ઉમર થી નાના છીએ. આમ તો અમારી મુસાફરી ચાલુ થઇ હતી ૧૪ નવેમ્બર, ૨૦૧૪ ની રાત્રે. પણ એ પહેલા આપણે નજર કરીશુ મુસાફરી ના કારણ પર.

આ વાત ત્યરની છે જ્યારે હું એંન્જિનિયરીંગ ના પહેલા વર્ષ માંં હતો. મારા એક સુપર સીનીયર હતા આકાશભાઇ રાદડીયા. આકાશભાઇ ને હું અમારા ડિપાર્ટમેંન્ટ ના  ગણપતી વિસર્જન માં મલેલો. પછી અમારી સારી એવી ઓળખાણ થઇ. એક દિવસ આકાશભાઇ મને કહે ચાલ મારી જોડે. એટલે મે સહજતા થી પુછ્યું કે, “ક્યાં જવુ છે તમારે?” એટલે એમણે એકદમ સરળતા થી જવાબ આપ્યો કે આચાર્યા સર પાસે. આચાર્યા સર એટલે અમારા પ્રિન્સીપાલ. હવે કોઇ પહેલા વર્ષ મા ભણતા વિધ્યાર્થી ને  પ્રિન્સીપાલ પાસે જતા ડર તો લાગેજ ને, એટલે મે ના પાડી પણ તો બી એ મને ખેંંચીને લઇ ગયા. કદાચ એ દિવસે એ મને લઇ ના ગયા હોત તો હુ અત્યારે જે છુ એ ના હોત.

પહેલી મુલાકાત પછી મને સર ને મલવા જવાનુ ખુબ મન થતુ કારણ કે સર એટલે જ્ઞાન અને પ્રેરણા નો દરિયો. એક દિવસ સમી સાંજે હું અને મારો ખાસ મિત્ર મિશાલ સર ને મલવા ગયા. સર એ થોડિ ઓપચારિક વાતો કરી અને એ પછી એમણે અમને એક કગળ નુ ફરફરીયું આપ્યું જેમા કાઇક કોંફરન્સ વીશે લખેલુ અને એ.એસ.ક્યુ કરીને એક સોસાયટી વિશે લખેલુ. મારો મોટો ભાઇ આવી બધી જગ્યા એ જતો એટલે મને એટલી ખબર કે આ સારુ કે’વાય. સર એ અમને આ બધુ આપી ત્રણ-ચાર નંંબર આપ્યા અને આ કોંફરન્સ મા ભાગ લેવા કહ્યુંં. એ બધા નંબરો પર વાત કર્યા પછી ખબર પડિ કે જો સર ઇછ્ત તો એ અમરુ રજિશ્ટ્રેશન આરામ થી કરવી શકત પરંતુ એમા અમને કશુજ શિખવા ના મળત.

આજ વાત મેં મારા બીજા મિત્રો ને કરી અને ૧૪ તારીખ ની રાત્રે ૧૧:૩૦ એ હું અને મારા પાંચ મિત્રોં મિશાલ, વિશાલ, સોહમ, રોહન અને અક્ષય અમદાવાદ ની બસ પકડવા રાજકોટ બસ સ્ટેન્ડે પહોચ્યાં. અમારી ૧૨:૩૦ ની બસ હતી જે અમને ૪:૩૦ એ અમદાવાદ ઉતારે. થોડી ફોટોગ્રાફી કરી ત્યાં બસ નો ટાઇમ થઇ ગયો. બસ માં પણ ખુબજ મસ્તી કરી. ચાર કલાક ક્યાં જતા રહ્યા ખબરજ ના પડિ. સવારે ૪:૪૫ ની આસપાસ બસે અમને ઇસ્કોન ચાર રસ્તે ફેકી દિધા. વિશાલ એ અહિં ના મસ્કાબન ના બહુ વખાણ કરેલા તો બધાએ એક-એક દાબી લિધા. પછી ત્યાં થી ઓટો કરીને નિરમા પહોચ્યાં; પણ ૫:૩૦ માં નિરમા કોણ મમો ખોલવા આવે! એટલે અમે ત્યાં થી વૈશનવ દેવી તરફ પગલા માંડ્યા.

ત્યાં પહોચ્યા પછી ખબર પડી કે સાલુ ભગવાન ના ઉઠે ત્યાં સુધી આપણે પણ મંદિર મા ના જઇ શકિએ. એટલે ઉતરેલિ કઢી જેવા મોઢા લઇને અમે ફરી નિરમા તરફ મો વાળ્યુંં હા એક વાત છે કે કોઇ નહતુ ત્યરે અમારી જોડે એક કુતરુ ફરતુ હતુ અને અમે એની સાથે બહુ મસ્તી કરી. ૫:૪૫ ની આસપાસ અમે નિરમા ના ચોકિદાર પાસે જઇ ને તપાસ કરી તો ખબર પડિ કે હમણા ૬:૦૦ વાગે ગેટ ખોલસે અને પછી અમને જવા દેશે.

૬:૦૦ વગે અંદર જઇ ને થોડા ફ્રેશ થયા અને થ્રોટલીન પ્રોસેસ કરી. માફ કરશો કદાચ મારા મિકેનીકલ બંધુ સિવાય કોઇને થ્રોટલીન નહી ખબર હોય પરંતુ એટલુ કહી દઉ કે એમા પ્રેશર ડ્રોપ થાય ;). એ પછી અમે મેઇન ઇવેન્ટ જ્યાં હતી ત્યા રજિશ્ટ્રેશન માટે પહોચ્યાં પરંતુ ત્યા જઇને થયુ કે અમે અજણ્યા મલક મા આવી ગયા છીએ. તમેજ જુઓ ને અમારા સિવાય કોઇના માથે વાળ પણ નથી.

img_0979

હા પણ અમને એક વાત નો આનંદ જરુર હતો કે જ્યાં આટલા બધા ઇન્ડસ્ટ્રિઆલિસ્ટ છે એવા ઓર્ગનાઇજેશન ના અમે આટલી નાની ઉમર માં મેમ્બર બની શક્યા. હજી તો શરુઆત થઇ છે અંત તો ખુબજ રોમાંચક છે જે હુ આવતા અંક મા લખીશ. કેમકે બહુ મોટુ લખાણ લોકો ને વાંચવુ ગમતુ નથી. હજી તો આમા અમારા જગડા અને ત્યાં ના જમણ ની વાત તો બાકીજ છે. સારુ હવે મલિશુ આવતા ગુરુવારે.

ત્યાં સુધી આવજો અને વાંચતા રહેજો.

મિત્રો જિવન મા તક ગમે તે સ્વરૂપે આવિ શકે છે, મારા જિવન માં આકાશભાઇ ના સ્વરૂપમાં આવી. તક ને જડપી લેજો બધાના નસીબ સારા નથી હોતા કે તક એમને ખેંચી ને લઇ જાય.

Advertisements

3 thoughts on “છ વિધ્યાર્થી ચાયલા અજાણ્યા મલક ની મુસાફરી પર..

Add yours

  1. Thank you very much @Abhijeet mehta, for sharing your experience with me and u considered me as your opportunity , but it all upon u thag u taken this as a chance to dk something. It’s your quality of courage.
    Again thanks. From your one senior cum friend @ Akash Radadiya

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: