બર્ગર ના વાવ થી બાપાસીતારામ ના વડાપાવ

તારીખ: 0૮/૦૨/૨૦૧૭

જુઓ વાચકો અમે રહ્યા ઈજનેર અને અમારી જિંદગી નો સૌથી મોટો નિષ્ફળ પ્લાન હોય તો એ છે ગોઆ નો પ્લાન. મારા બધાજ એન્જિનિયર મિત્રો ને ખબર હશે, અરે! ખબર શું અનુભવ હશે કે દરેક સેમેસ્ટર ની શરૂઆત થતા ની સાથેજ સેમેસ્ટર વેકેશન માં ગોઆ જવાનો પ્લાન બનતો હોય. એ પ્લાન માં એક મુખ્ય વ્યક્તિ હોય જેને સૌથી વધુ ચુલ હોય ગોઆ જવાની અને પાછું ૯૯% કિસ્સા માં એ બધીજ રીતે સદ્ધર પણ હોય. હવે સમય આવે વેકેશન નો ધીરે-ધીરે મુખ્ય વ્યક્તિ બધાને પૂછવાની શરૂઆત કરે એટલે પે’લોજ જવાબ મળે ઘેર પૂછી ને કહું, એટલે ટૂંક માં ૫૦% લોકો તો ત્યાંજ નીકળી ગયા હવે આવી મારા જેવા લોકો ની વાત કે જે હોશિયારી માં ને હોશિયારી માં પે’લા તો હા પડી બેઠા હોય પણ ખબર હોય કે ઘેર પપ્પા તો નથીજ માનવાના એટલે પછી થાય બહાના બાજી શરુ અને એમાંજ તો જિંદગી ની મજા છે અરે ભાઈ! મિત્રો ને ઉલ્લુ ના બનાવીએ તો કોને બનાવી? ગોઆ ના પ્લાન માં તો છેલ્લે એક જ વ્યક્તિ બચે અને પ્લાન મોકૂફ રખાય આવતા વેકેશન સુધી. આમનામ ચાર વર્ષ નીકળી જાય.

અહીં પણ આવુજ કંઈક થાય છે; આ વાત છે મારા જ રૂમ માં રહેતા મારા ભાઈ માધવની. માધવ ખુબજ મજાકિયા સ્વભાવ નો વ્યક્તિ, ભાઈ ખાવા-પીવા અને લહેર કરવાનો શોખીન એટલે રોજ નવા-નવા ભાવો થાય. હમણાં-હમણાં ભાઈ મોટરસાયકલ લા’યો છે રૂમ પર એટલે હવે ગમે ત્યાઁ જવું હોય તો અગવડતા ના પડે. બે દિવસ પહેલા ની આ વાત છે સાંજ ના ૩:૩૦ જેવું થયું હશે. હું તો મારુ કામ કરતો હતો ત્યાં અચાનક થીજ એક ઉત્સુક અવાજે મારા કાનના દરવાજા ખટખટાવતા કહ્યું, “હાલ તારે MacD આવું છે?” એટલે હું તો અચંબા માં પડી ગયો કે આ માધવ ને અચાનક MacD ક્યાંથી યાદ આવ્યું! એટલે મેં સ્વાભાવિક રીતે પૂછ્યું, “કેમ વળી અચાનક? અને કોણ-કોણ જવાનું છે?”

હવે એમનું તો કદાચ પહેલાથીજ પ્લાનિંગ હશે એટલે કહે, “હું અને મારા બીજા ચાર-પાંચ મિત્રો જઈએ છીએ સવારે વાત થઇ હતી. આમ પણ ઘણા દિવસ થી નથી ગયા એટલે જઈએ છીએ.” જુઓ મારે તો કામ હતું એટલે મેં પ્રે..મ થી ના પાડી દીધી અને કાન માં ભૂંગળા લગાવી ગીતો ના નાદ માં ઝઝુમતા-ઝઝુમતા મારુ કામ કરવા લાગ્યો. માધવ બધા ને ફોન કરતો હતો એવું જણાઈ રહ્યું હતું પરંતુ દરેક ફોન પત્યાં પછી ભાઈ ના મોઢા નો રંગ ઉડતો જતો’તો. થોડા ક્ષણ ની નીરવ શાંતિ પછી થયું કે હવે આના પ્લાન ની હાલત ગોઆ ના પ્લાન જેવી થઇ છે એટલે મેં કહ્યું, “શું થયું કઈ તકલીફ થઇ?” એટલે એકદમ ગંભીર અવાજ માં એણે કહ્યું, “ના’રે ના પણ બધા ધીરે ધીરે છટકી ગયા.” આ સાંભળતા જ હું અને બ્રિજરાજ (અરે મારો બીજો રૂમ પાર્ટનર) ખડખડાટ હસ્યાં.IMG_20170208_171452302.jpg

જેમ ભારત અને ચીન ની શિખર મંત્રણા થતી હોય એમ અમે ત્રણેય એ મળીને નક્કી કર્યું કે છેક ૫ કિલોમીટર દૂર MacD જવું એના કરતા કાલાવડ રોડ પર બાપાસીતારામ ના વડાપાંવ ખાઈ લઈએ;અને એજ અત્યારે આપણને પોસાસે. એ વાત બીજી કે અંતે માધવ તો MacD ગયોજ તે અને બર્ગર ના વાવ નો અહેસાસ એણે રૂમ પર આવી ને લીધો. પરંતુ અમે એને “બર્ગર ના વાવ થી બાપાસીતારામ ના વડાપાંવ” પર તો લાવીજ દીધો’તો.

આમ જીવન માં પણ ક્યારેક બર્ગર ના મળેતો વડાપાંવ થી પણ કામ ચલાવી લેવું કેમકે દરેક વખતે જીવન આપણને ગમતો સ્વાદ નથી આપી શકતું.

Advertisements

One thought on “બર્ગર ના વાવ થી બાપાસીતારામ ના વડાપાવ

Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: