“મેં તો મારુ બેસ્ટ આપ્યું હવે એમને ના ગમે એમાં હું શું કરું?

“મેં તો મારુ બેસ્ટ આપ્યું હવે એમને ના ગમે એમાં હું શું કરું?”

કેટલું સરળ લાગે નહિ? પણ જયારે અમદાવાદ માં નોકરી હોય અને ત્યાંથી આટીઘુંટી પાડીને માંડ-માંડ રજા લઈને રાજકોટ આવ્યા હોય અને પાછું રા’તે મોડી-મોડી બસ પકડી  નોકરીએ જવાનું હોય ત્યારે એ શબ્દો બોલવા મારા માટે તો ખુબજ કઠિન છે.

આ વાત છે ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ ની; નવા વર્ષ ના પહેલા માસ નો છેલ્લો દિવસ. રાજકોટ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી ને લગતા નવા આઈડિયા ની પ્રેઝન્ટેશન ની સ્પર્ધા હતી. મેં અને મારા મિત્ર કેવલ એ તેમાં ભાગ લીધેલો. અમારે સવારે ૧૧ વાગે ત્યાં પહોંચી ઉમેદવારી નોંધાવાની હતી. એ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અમને નંબર આપવા માં આવ્યા. અમારો નંબર ૨૦ હતો. અમારા પછી એક બીજું ગ્રુપ હતું જેમાં યશભાઈ અને ચાર્મિદીદી હતા. એ બંને ગાંધીનગર ની એક સોફ્ટવેર કંપની માં જોબ કરે છે. ૧૧:૩૦ એ કોમ્પિટિશન સ્ટાર્ટ થઇ. અમને હતું કે હમણાં અમારો વારો આવી જશે. પરંતુ છેક ૩:૦૦ વાગ્યા સુધી વારો તો ના આવ્યો પરંતુ સરકારી નોકરિયાતો ના એકદમ વાહિયાત આયોજન થી અમે કંટાળી જરૂર ગયા. ૧૧ થી ૩ ના ગાળા દરમિયાન મારી અને દીદી વચ્ચે ઘણી વાતો થઇ. એક બાજુ ખુબજ ખરાબ આયોજન થી અમે લોકો કંટાળેલા ઉપરથી ૩:૦૦ વાગે એવું કહેવા માં આવ્યું કે હવે બાકીના નું પ્રેઝન્ટેશન સાંજે ૬:૩૦ પછી લેવાશે.

સાચું  કહું તો આ વાતે અમને લોકોને તો જયકાંત શિકરે ના ૪૨૦ ના ઝટકા થી પણ મોટો ઝટકો આપ્યો. સાંજે ૬:૩૦ એ  મારો પહેલો જ વારો હતો અને એ પછી ચાર્મિદીદી નો. અમારા વારા પછી નિર્ણાયક કમિટી એ અમને બહાર બેસવાનું કહ્યું હોવાથી અમે બહાર બેઠા હતા. એટલા માં દીદી નું ગ્રુપ એમનું પ્રેઝન્ટેશન પતાવી બહાર આવ્યું. એટલે મેં સહજ ભાવે પૂછ્યું કે, “દીદી કેવું રહ્યું?” એટલે અમને મને કહ્યું કે, “ઠીક નિર્ણાયકો ને બહુ નહિ ગમ્યું”. જયારે હું છેક ગાંધીનગર થી આવ્યો હોય અને રાતે ૮ વાગ્યા ની બસ માં પાછો જવાનો હોય ત્યારે મને કોઈ એવું કહે કે, “તારા પ્રેઝન્ટેશન ટોપિક થી તો આ થોડું દૂર રહે છે અહીંયા સ્માર્ટ લોકો ની નઈ સ્માર્ટ સીટી ની વાતો થાય છે” તો  હું તો બહુજ ગુસ્સે થઇ જાવ. પછી મેં અમને કહ્યું કે, “ખાલી ખોટો ધક્કો થયો ને?” ત્યારે ખુબજ સહજતા થી અમને જવાબ આપ્યો કે, “મેં તો મારુ બેસ્ટ આપ્યું હવે એમને ના ગમે એમાં હું શું કરું?”

એ તો એટલું કહીને જતા રહ્યા પરંતુ હું તો આજે પણ એમના આજ વાક્ય માં ઉલઝેલો છું કારણકે જયારે તમે આટલી મહેનત કરો અને કાંઈ ફાયદો ના થાય ત્યારે પણ આટલી સામાન્ય સ્થિતિ માં રહેવું એ  કેવી રીતે શક્ય બંને. પરંતુ પછી મને ગીતા નો શ્લોક યાદ આવ્યો કે, “कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन।”

સાચ્ચે મિત્રો આપણું કામ તો કર્મ કરવાનું છે અને એમાં ક્યારે પણ ઓછપ ના રાખવી.

Advertisements

One thought on ““મેં તો મારુ બેસ્ટ આપ્યું હવે એમને ના ગમે એમાં હું શું કરું?

Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: