જીન્દગી પાસે માગો અને ધીરજ રાખો.

Date: 23/05/2016

Place: Rajkot

“મન નો માળો” એક સુંદર વાર્તાઓ નો સમાવેશ કરતુ પુસ્તિકા જે ડો.આઈ.કે.વીજળીવાળા દ્વારા લખાયેલું છે. પુસ્તક વાંચવાની શરૂઆત મેં કાલ ની સમી સાંજે કરી હતી અને વિચાર્યું હતું કે પરીક્ષા દરમિયાન જરાક આરામ લેતા લેતા વાંચીસ પરંતુ આતો તદ્દન ઉલટું જ થયું, કાલે જ શરુ કરેલું પુસ્તક મેં એજ દિવસે પતાવ્યું હોય એવા પહેલા દાખલા સાથે કાલેજ પૂરું પણ થઇ ગયું. પણ શું કરું હતુ જ એટલું સરસ! ચાલો તો આજે તમને એ પુસ્તક માં પણ લખેલા અને બીજા ઘણા લોકો તથા મારા જાત અનુભવો જોડે સંકળાયેલ એક વાત કરું.

પુસ્તક ની શરૂઆત માજ સર કહે છે કે મનુષ્ય નું મન એક વિચિત્ર પંખી છે જે માળો શોધવા આખી જીંદગી ભટક્યા જ કરે છે. ઘણી વાર માળો બંધાવાની વસ્તુઓ પાસે જ હોય છતાં બધે માથા માર્યા કરે છે. આ જ વસ્તુ ને આપણે સફળતા ના સંદર્ભ માં લઇએ તો આપણે બધે સફળતા માટે ભટક્યા કરીએ છીએ, અપણા સવાલો ના જવાબ મેળવા બધા તાંત્રિકો, ભુવા, ફકીર, વગેરે ને મળીએ પણ એક વખત પણ અંદર આત્માને પૂછી જોયું? ના,આપણે કોઈ દિવસ આપને પૂછી ને તો કઈ કરતાજ નથી કાયમ બીજા બધાને જ પૂછ પૂછ કરીશું પણ તમને તો પૂછો કે તમારા માટે સફળતા, આનંદ, શું છે? તમને શું કરવા ની મજા આવે?

મિત્રો મેં જ્યાંરે મેં “the secret” પુસ્તક વાંચ્યું ત્યારે મને થયું કે આવું થોડી હોય કે આપણે જીવન પાસે માંગીએ અને એ આપણને આપે? પરંતુ જયારે મેં જાત અનુભવો કર્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે એ સાચું છે. આમ પણ ઓશો એ પણ કહ્યું છે કે દરેક સવાલ ના જવાબ અંદરજ હોય છે પણ ત્યાં તો આપણે પૂછતા જ નથી અથવા ખોટા સવાલ પૂછીએ છીએ અથવા તો જવાબ માટે ની ધીરજ નથી જાળવતા. જો એ બધીજ વસ્તુ કરીએ તો આપણે પણ દુનિયા ના ૨% લોકો માં શામેલ થઇએ કે જેમની પાસે ૯૮% મિલકત છે. આપણે પણ અસામાન્ય માણસ ની જેમ કાર્ય કરી શકીએ.

છેલે હું એ કહી મારા શબ્દો ટુંકાવીશ કે મિત્રો જિન્દગી પાસે માગો અને એ તમને એ બધીજ વસ્તુઓ આપસે પણ જો તમે પણ તેને સમય આપો. તો હવે તમે તમારું કાર્ય ચાલુ રાખો અને ધીરજ રાખવાનું કદી ના ચુક્સો.

આભાર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s